Weather Update: હિમાચલ પ્રદેશ- જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, દિલ્હીમાં વરસાદ, રાજસ્થાનમાં કરા, શ્રીનગરમાં હવાઇ સેવાને અસર

|

Jan 30, 2023 | 9:45 AM

Weather Update: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. દેશના ઘણા રાજ્યોમાં હિમવર્ષા, કરા, વરસાદ, કોલ્ડવેવની સાથે કડકડતી ઠંડીની શક્યતા છે.

Weather Update: હિમાચલ પ્રદેશ- જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, દિલ્હીમાં વરસાદ, રાજસ્થાનમાં કરા, શ્રીનગરમાં હવાઇ સેવાને અસર
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા (ફાઇલ)

Follow us on

ઉત્તર ભારતના રાજયોમાં હાલ ઠંડીને કારણે જનજીવનને ભારે અસર પડી રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાને કારણે હવાઇસેવા, વાહન વ્યવહાર અને શૈક્ષણિક કાર્યોને અસર પહોંચી છે. તો રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે આવા જ હાલ છે. રાજસ્થાનમાં પણ કરા અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાકમાં ઉત્તર ભારત સહિતના રાજયોમાં હવામાનમાં મોટો ફેરફારની શક્યતાઓ સેવી છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની આગાહી પણ કરવામાં આવી રહી છે.  રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

શ્રીનગરમાં હિમવર્ષાને કારણે અનેક ફ્લાઈટ પ્રભાવિત, કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કાશ્મીર યુનિવર્સિટી અને ક્લસ્ટર યુનિવર્સિટીએ આજે ​​યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. તે જ સમયે, શ્રીનગર એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું છે કે વિઝિબિલિટી માત્ર 200 મીટર છે અને સતત બરફ પડી રહ્યો છે. અમે સાથે મળીને બરફ સાફ કરી રહ્યા છીએ. તમામ ફ્લાઈટ્સ મોડી પડી છે. અસુવિધા ટાળવા અને ભીડથી બચવા માટે, એરપોર્ટ પર આવતા પહેલા તમારી એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસો.

કાશ્મીરમાં હિમવર્ષાને કારણે એર ટ્રાફિક પ્રભાવિત

જમ્મુ-કાશ્મીરના મેદાની અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ હિમવર્ષા મધ્યમથી ભારે કેટેગરીની રહેવાની સંભાવના છે. શ્રીનગરમાં તાજી હિમવર્ષા બાદ કેટલાક ઇંચ બરફ જમા થયો છે. હિમવર્ષાના કારણે એર ટ્રાફિકને પણ અસર થઈ છે.

શિમલામાં ભારે હિમવર્ષા, જાડા પડ જામી ગયા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના નારકંડામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અહીં હિમવર્ષા બાદ ચારે બાજુ બરફનો જાડો થર જામી ગયેલો જોવા મળ્યો હતો. હિમવર્ષાનો આનંદ માણવા શિમલા પહોંચેલા પ્રવાસીઓ શિમલાના હવામાનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, જોકે ભારે હિમવર્ષાના કારણે મોટાભાગના લોકો હોટલના રૂમમાં બંધ છે.

 


રાજસ્થાનમાં કરા પડયા, શાળાઓમાં રજા અપાઇ

હિમવર્ષાના કારણે રાજસ્થાનમાં ઠંડીનું જોર વધી ગયું છે અને ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજસ્થાનમાં આગામી 3 થી 4 દિવસ સારી ઠંડી પડશે. ઉદયપુરમાં ઠંડીના મોજાને કારણે તમામ શાળાઓમાં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉદયપુરમાં કેટલીક જગ્યાએ કરા પડવાને કારણે પાકને પણ નુકસાન થયું છે. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે પાકને નુકસાન થયું છે, હવે અમે શું ખાઈશું?….સરકારને અમારી મદદ કરવા વિનંતી કરો.”

 


દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ

રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે યમુનાનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નુહ, ઔરંગાબાદ, હોડલ (હરિયાણા), સહારનપુર, ગંગોહ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, ખતૌલી, સકોટી ટાંડા, મેરઠ, હાથરસ, મથુરા (હરિયાણા)ને ચેતવણી આપી છે. ભરતપુર, લક્ષ્મણગઢ, તિઝારા, ડીગ (રાજસ્થાન) અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. દેશના ઘણા રાજ્યોમાં હિમવર્ષા, કરા, વરસાદ, કોલ્ડવેવની સાથે કડકડતી ઠંડીની શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં ઠંડી વધી શકે છે. બીજી તરફ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં માવઠા પડી શકે છે.

Published On - 9:30 am, Mon, 30 January 23

Next Article