Weather Update : આજે અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદના એંધાણ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે માવઠાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

Weather Update : આજે અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદના એંધાણ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:44 AM

દિલ્હી-NCRમાં વરસાદ બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સવારના સમયે હળવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો હતો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા જેના કારણે ખેડુતોના પાકને નુકશાન પહોંચ્યુ હતુ. તો રવિવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 28, લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હીમાં હવામાન આવું જ રહેવાનું છે. આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો આજે વરસાદ થવાની સંભાવના વધુ છે.આ ઉપરાંત વાવાઝોડા, કરા અને ગાજવીજ સાથે વરસાદની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સિવાય IMDએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

IMD અનુસાર દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થયુ છે. દિલ્હી-NCR ઉપરાંત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. આ સિવાય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જો તાપમાનની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં તાપમાન 24-28 ડિગ્રી સુધી રહી શકે છે. તો સાથે જ કેરળ અને તમિલનાડુમાં પારો 34-38 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

Published On - 8:43 am, Mon, 20 March 23