Weather Update: કાતીલ ઠંડી તળે દિલ્લીવાસીઓ ઠુઠવાયા, ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે પોહચી ગયો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. આજે (સોમવારે) પણ હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે

Weather Update: કાતીલ ઠંડી તળે દિલ્લીવાસીઓ ઠુઠવાયા, ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે પોહચી ગયો
Weather Update
| Edited By: | Updated on: Dec 26, 2022 | 7:38 AM

કડક ઠંડીએ ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતના ભાગોને ઘેરી લીધા છે કારણ કે તાપમાનનો પારો કેટલાક ડિગ્રીથી નીચે ગયો હતો અને પ્રદેશના શહેરો અને નગરોમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. રાજધાની દિલ્હીમાં ઠંડી હવાના કારણે ઠંડક વધી છે, સાથે જ ઠંડીનું મોજુ પણ તેને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. IMDએ પણ રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.તે જ સમયે, પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહ્યું. કોલ્ડ ડે, કોલ્ડ વેવની સ્થિતિ આગામી બે દિવસ સુધી પ્રવર્તે અને તે પછી શમી જાય તેવી ધારણા છે.

દિલ્હીની સોમવારની સવાર આ વર્ષની સૌથી ઠંડી રહી છે. તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે. અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. સવારે વિઝિબિલિટી માત્ર 50 મીટર હતી.

પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે અને તે પછી તે ઘટશે. હવામાન કચેરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા હિમવર્ષાની આગાહી કરી છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29મી ડિસેમ્બરની રાત્રે પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે, જેના હેઠળ આ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની અપેક્ષા છે.

2014 પછીની સૌથી ઠંડી ક્રિસમસ

બીજી તરફ, રવિવારનો નાતાલનો દિવસ વર્ષ 2014 પછીનો સૌથી ઠંડો દિવસ હતો. 18 ડિસેમ્બર 2020 પછી દિલ્હી સૌથી ઠંડું રહ્યું. રવિવારે દિવસ દરમિયાન ફૂંકાતા ઉપરવાસના ઠંડા પવનને કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. બપોરના સમયે થોડો તડકો હતો, પરંતુ તેનાથી ખાસ રાહત મળી ન હતી. પ્રાદેશિક આગાહી હવામાન કેન્દ્ર, નવી દિલ્હી અનુસાર, રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું છે.

તે જ સમયે, લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે. અગાઉ 2014માં નાતાલના દિવસે મહત્તમ તાપમાન 16 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું હતું. સૌથી ઠંડા દિવસની વાત કરીએ તો વર્ષ 2020માં 18 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી નોંધાયું હતું.

દિલ્હીમાં યલો એલર્ટ જારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. આજે (સોમવારે) પણ હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાનો અંદાજ છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ સોમવારે પણ રાજધાની ઠંડીની લહેરની લપેટમાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં 31 ડિસેમ્બરની સવાર સુધી ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના છે.

Published On - 7:38 am, Mon, 26 December 22