Weather Update: મૌસમનો બદલાયો મિજાજ, હરિયાણા-રાજસ્થાનમાં વરસાદથી રાહત, હવે આ રાજ્યોમાં પણ થશે વરસાદ!

|

May 02, 2022 | 7:15 AM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં રવિવારે બપોરે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામાનીના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી..

Weather Update: મૌસમનો બદલાયો મિજાજ, હરિયાણા-રાજસ્થાનમાં વરસાદથી રાહત, હવે આ રાજ્યોમાં પણ થશે વરસાદ!
પ્રતિકાત્મક તસવીર

Follow us on

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાજેતરની સ્થિતિએ રવિવારે ગરમીના પ્રકોપનો સામનો કરી રહેલા ઉત્તર-પશ્ચિમ (North West India) ભારતને ઘણી રાહત આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે આ માહિતી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં રવિવારે બપોરે વરસાદના (Rain) કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામાનીના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીની લહેર આવવાની કોઈ શક્યતા નથી. જો કે, મધ્ય ભારત અને પશ્ચિમ રાજસ્થાનમાં આકરી ગરમી ચાલુ રહેવાની ધારણા છે. જેનામાનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભને બાદ કરતાં દેશના કોઈપણ ભાગમાં આગામી ચાર દિવસ સુધી ગરમીની લહેરોની કોઈ શક્યતા નથી. હવામાન કચેરીએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વિદર્ભ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.

પશ્ચિમ રાજસ્થાનમાં તીવ્ર ગરમી

પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં પણ રવિવારે તીવ્ર હીટવેવ જોવા મળી હતી જેમાં બિકાનેરમાં 47.1 ડિગ્રી સેલ્સિયસ, ગંગાનગરમાં 46.9 ડિગ્રી સેલ્સિયસ, બાડમેરમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ અને ફલોદીમાં 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાયો હતો. મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં બ્રમ્હાપુરી (46.2°C) અને ચંદ્રપુર (46°C), અને નાગાંવ (45.5°C), રાજગઢ (45.4°C) અને ખજુરાહો (45.4°C)એ પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો.

IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં એક કે બે દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.” તેણે 122 વર્ષમાં સૌથી ગરમ એપ્રિલનો અનુભવ કર્યો, સરેરાશ મહત્તમ તાપમાન 35.9 ° હતું. દેશમાં ઘણી જગ્યાએ એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું, કારણ કે આકરી ગરમીના પ્રભાવ હેઠળ તાપમાનનો પારો 46-47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુપીના બાંદામાં એપ્રિલ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો

પૂર્વી ઉત્તર પ્રદેશના બાંદામાં શુક્રવારે એપ્રિલનું રેકોર્ડ ઉંચુ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે, એપ્રિલનું સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝાંસી અને લખનૌમાં, હરિયાણાના ગુરુગ્રામ અને મધ્ય પ્રદેશના સતનામાં અનુક્રમે 46.8 °C, 46.2 °C, 45.1 °C, 45.9 °C અને 45.3 °C નોંધાયું હતું. દિલ્હીમાં ગુરુવાર અને શુક્રવારે 43.5 ડિગ્રી સેલ્સિયસ સાથે 12 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. શનિવારે દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વેધર સ્ટેશન પર મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકરી ગરમી વચ્ચે શુક્રવારે ભારતમાં વીજળીની માંગ 207.11 ગીગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી.

(ભાષા ઇનપુટ્સ સાથે)

આ પણ વાંચો: Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article