દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, ‘આપણે સહુ એક જ માટીના માનુષ’

દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ જણાવ્યુ કે ફેથ લીડર્સ તેમના પ્રભાવનો ઉપયોગ કરી લોકોને માટી બચાવવા માટે પ્રેરિત કરે. જગ્ગી વાસુદેવે ભારતની પ્રશંસા કરતા કહ્યુ કે આપણા દેશ પાસે એક નિશ્ચિત નેતૃત્વ છે. ભારતે આફ્રીકી દેશોને જી-20 માં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, આપણે સહુ એક જ માટીના માનુષ
| Edited By: | Updated on: Dec 01, 2023 | 11:31 PM

દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ શુક્રવારે COP28ના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કોણ છો, તમે શું માનો છો, કે પછી તમે કોઈ સ્વર્ગમાં જશો, આપણે સહુ આ જ માટીમાંથી આવીએ છીએ. એક જ માટીમાંથી ખાઈએ છીએ અને જ્યારે મૃત્યુ પામશુ ત્યારે પણ આ જ માટીમાં ભળી જઈશુ. માટી એકસૂત્રતાનો પરમ આધાર છે.

સદ્દગુરુએ COP28ના ફેથ પવેલિયનમાં તેમના ઉદ્દઘાટન ભાષણમાં જણાવ્યુ કે ફેથ લિડર્સ માટીના પુનરુદ્ધારની નીતિઓને લાગુ કરવા માટે લોકો અને નીતિ નિર્માતાઓને પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે જણાવ્યુ કે આ સમયે જ્યારે ફેથ લીડર્સ પર આસ્થાના નામે દુનિયાને વિભાજીત કરવાના આક્ષેપ થઈ રહ્યા છીએ ત્યારે ફેથ લીડર્સ તેમના પ્રભાવનો ઉપયોગ કરી લોકોને માટી બચાવવા માટે પ્રેરિત કરે. કારણ કે માટી આપણા તરફથી અજાણતા પણ કરવામાં આવેલા તમામ વિભાજનોથી આપણને એકજૂટ રાખે છે.

સદ્દગુરુના ભાષણ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના પીએમ ઋષિ સુનક, વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા, ફ્રાંસના રાષ્ટપ્રતિ ઈમેન્યુએલ મેક્રોન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, સંયુક્ત અરબ અમીરાતના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ મંત્રી મરિયમ અલ્મહેરી, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સહિત વિશ્વના અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા.

આ પણ વાંચો: રાજાશાહી સમયની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, જ્યારે 15 વર્ષ પહેલા બનેલી સરકારી હોસ્પિટલ થઈ ખખડધજ- વીડિયો

ભારત સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા- સદ્દગુરુ

આ પહેલા સદ્દગુરુએ યુએઈમાં જણાવ્યુ કે સમાજ વચ્ચે ભારે આર્થિક અસમાનતા છે. પેરિસમાં જયવાયુ પરિવર્તન સમિટમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર ભારતે સારી કામગીરી કરી છે. ખાસ કરીને COP28માં અનેક ઉચ્ચ નેતાઓ અહીં હાજર નથી. અને ભારતનું નેતૃત્વ ઘણુ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત એક વિશાળ દેશ છે અને તેજ ગતિથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. આપણે પેરિસ કરવામાં આવેલા સંકલ્પોને વધુ તેજીથી પુરા કરી રહ્યા છીએ. તેનાથી જ સાબિત થાય છે કે આપણી પાસે એક નિશ્ચિત નેતૃત્વ છે. ભારતે આફ્રિકી દેશોને જી-20માં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છીએ. આફ્રિકી દેશોને અવાજ આપવો એક મોટી વાત છે કારણ કે આવનારા વર્ષોમાં આફ્રિકા એક મોટી વિકાસગાથા બની શકે છે. ભારત અને આફ્રિકા એક સાથે આવે તે જરૂરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો