President Election 2022 આજે 15માં રાષ્ટ્રપતિ માટે મતદાન, દ્રૌપદી મુર્મુ-યશવંત સિંહા વચ્ચે ચૂંટણી જંગ, 4800 સાંસદો-ધારાસભ્યો કરશે મતદાન

|

Jul 18, 2022 | 6:36 AM

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) એનડીએ તરફથી ઉમેદવાર છે, જ્યારે યશવંત સિંહા (Yashwant Sinha) વિરોધ પક્ષ તરફથી મેદાનમાં છે. સંસદ ભવન તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભા ખાતે મતદાન થશે.

President Election 2022 આજે 15માં રાષ્ટ્રપતિ માટે મતદાન, દ્રૌપદી મુર્મુ-યશવંત સિંહા વચ્ચે ચૂંટણી જંગ, 4800 સાંસદો-ધારાસભ્યો કરશે મતદાન
Draupadi Murmu and Yashwant Sinha

Follow us on

આજે 18 જુલાઈને સોમવારે દેશના 15મા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (President Election 2022) લગભગ 4,800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તરફથી ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) છે, જ્યારે વિરોધપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિંહા (Yashwant Sinha) ચૂંટણી લડી રહ્યાં છે. સંસદ ભવન અને વિવિધ રાજ્યોની વિધાનસભા ખાતે આજે મતદાન થશે, જેના માટે મતપેટીઓ પહોંચી ચૂકી છે. 21 જુલાઈએ મતોની ગણતરી થશે અને 25 જુલાઈએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે.

NDA ઉમેદવાર પાસે કુલ 10,86,431 મતોમાંથી હવે 6.67 લાખથી વધુ મત છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ વિધાનસભા અસ્તિત્વમાં ના હોવાથી સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 થી ઘટીને 700 થઈ ગયું છે. અલગ-અલગ રાજ્યોમાં ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 છે, એટલે કે તેમની કુલ કિંમત 83,824 છે.

તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના મતની કિંમત 176 છે. આ પછી મહારાષ્ટ્રમાં 175, બિહારમાં 173 અને આંધ્રપ્રદેશમાં 159 મત મૂલ્ય છે. નાના રાજ્યોમાં સિક્કિમના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય સાત છે. આ પછી અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં આઠ-આઠ, નાગાલેન્ડમાં નવ, મેઘાલય 17, મણિપુર 18 અને ગોવામાં 20 મત છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ધારાસભ્યના મતનું મૂલ્ય 16 છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુર્મુને આ પક્ષોનું મજબૂત સમર્થન

દ્રૌપદી મુર્મુને એનડીએ સિવાય અન્ય પ્રાદેશિકપક્ષોનુ સમર્થન મળ્યુ છે. જેમાં મુખ્યત્વે બીજુ જનતા દળ (બીજેડી), વાયએસઆર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે), જનતા દળ (સેક્યુલર), તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), શિરોમણી અકાલી દળ (એસએડી), સાથે શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) જેવા પ્રાદેશિક પક્ષોનું સમર્થન પ્રાપ્ત થયુ છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચી શકે છે અને તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા બની શકે છે.

આદિવાસીઓ, મારી ઉમેદવારી અંગે ઉત્સાહિત મહિલાઓ – દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ પહેલા, એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રવિવારે કહ્યું હતું કે આદિવાસીઓ અને મહિલાઓ દેશના ટોચના બંધારણીય પદ માટે તેમની ઉમેદવારીથી ઉત્સાહિત અને ખુશ છે. મુર્મુએ રવિવારે NDA સાંસદો સાથે વાતચીત કરી અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે શાસક ગઠબંધનના ઉમેદવાર બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. બેઠકમાં મુર્મુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુર્મુએ બેઠકમાં કહ્યું, ‘મારી ઉમેદવારીથી આદિવાસીઓ અને મહિલાઓમાં ઉત્સાહ પેદા થયો છે.’ સૌપ્રથમ 18 જુલાઈએ યોજાનારી ચૂંટણીની ‘મોક ડ્રિલ’ સંસદ ભવનમાં કરવામાં આવી હતી. સંસદીય અનુભવ ધરાવતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને પાર્ટીના લીગલ સેલ દ્વારા સાંસદોને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા હતા.

તમારા અંતરાત્માની વાત સાંભળીને મત આપો – યશવંત સિંહા

રાષ્ટ્રપતિની ચૂંટણીના માત્ર બે દિવસ પહેલા, વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ શનિવારે તમામ ધારાસભ્યો અને સાંસદોને તેમના અંતરાત્મા પર મત આપવા અપીલ કરી અને ફરી એકવાર કહ્યું કે આ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. સિન્હાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે બંધારણમાં એવી જોગવાઈ છે કે મતદાન ગોપનીય રહેશે અને કોઈ પક્ષનો વ્હીપ લાગુ થશે નહીં, જેનો અર્થ છે કે ધારાસભ્યો અને સાંસદો પોતે જ નક્કી કરી શકે છે કે તેઓ કોની તરફેણમાં મતદાન કરવા માગે છે. “આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સંજોગોમાં યોજાઈ રહી છે. દેશ સમક્ષ અનેક મોરચે અનેક પ્રકારની સમસ્યાઓ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા બંધારણને કેવી રીતે બચાવવું. તેમણે ભાજપના ધારાસભ્યો અને સસંદસભ્યોને મત આપવા અપીલ કરતા કહ્યુ હતુ કે તેઓ એક સમયે તેમના પક્ષમાં હતા.

 

 

Next Article