વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ: મૃતકના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની મદદ, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત

|

Sep 29, 2020 | 12:12 PM

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લીક થયો હતો અને તેના લીધે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 70થી વધારે લોકો આ ઝેરી ગેસના લીધે રસ્તા પર બેહોશ થઈ ગયા હતા. આ દૂર્ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ વાઈએસ જગન મોહન રેડ્ડીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 1 કરોડ […]

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ: મૃતકના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની મદદ, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત

Follow us on

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લીક થયો હતો અને તેના લીધે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 70થી વધારે લોકો આ ઝેરી ગેસના લીધે રસ્તા પર બેહોશ થઈ ગયા હતા. આ દૂર્ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ વાઈએસ જગન મોહન રેડ્ડીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 1 કરોડ રુપિયાની સહાય આપવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જાણો કોરોના ના ફેલાય તે માટે ક્યાં જિલ્લામાં અમદાવાદથી અવરજવર પર પ્રતિબંધ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં લોકોને 25 હજારની મદદ કરવામાં આવશે. આ સિવાય જે લોકોના પશુઓના મોત થયા છે તેમને 10-10 હજારની સહાય કરવામાં આવશે. અધિકારીઓએ જાણકારી આપી કે સ્ટાઈરીન અને પેંટાઈન ગેસ દૂર્ધટનાનું કારણ બન્યું છે. સવારે ઘણી જગ્યા પર લોકો બેહોશ સ્થિતિમાં જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા બેહોશ થયેલાં તમામ લોકોને કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે લોકોએ આ ઘટના નજરસમક્ષ જોઈ તેઓએ કહ્યું કે આ દૂર્ઘટના રાત્રે 2.30 વાગ્યે ઘટી હતી. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યાં હતા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે બહાર ગેસ લીકેઝના લીધે હવા ઝેરી થઈ ગઈ હોવાથી તેઓ બેહોશ થઈને ઢળી પડ્યા હતા. આ દરમિયાન પશુઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. આમ મૃતકોના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:42 pm, Thu, 7 May 20

Next Article