મહારાષ્ટ્રમાં સુહાગ રાતે દુલ્હને નહીં આપવો પડે VIRGINITY TEST, સરકારે જાહેર કર્યો ગુનો, માત્ર એક સફેદ ચાદર અને તેના પર લાલ ડાઘાથી નક્કી કરાતી હતી દુલ્હનની કૌમાર્યતા

મહારાષ્ટ્રમાં પ્રચલિત એક કુપ્રથા પર રાજ્ય સરકારે ગુનો જાહેર કરી દીધો છે. સરકારના નિર્ણય મુજબ હવે દુલ્હનનો VIRGINITY TEST ગેરકાયદે ગણાશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફેલાયેલી લગ્ન પહેલા દુલ્હનના કૌમાર્ય પરીક્ષણની આ કુપ્રથા સામે લાલ આંખ કરી છે અને તેને ગુનો જાહેર કરી દીધો છે. રાજ્ય સરકારે ગુરુવારે કહ્યું કે ટૂંકમાં જ આ અંગેનો કાયદો ઘડવામાં […]

મહારાષ્ટ્રમાં સુહાગ રાતે દુલ્હને નહીં આપવો પડે VIRGINITY TEST, સરકારે જાહેર કર્યો ગુનો, માત્ર એક સફેદ ચાદર અને તેના પર લાલ ડાઘાથી નક્કી કરાતી હતી દુલ્હનની કૌમાર્યતા
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:55 PM

મહારાષ્ટ્રમાં પ્રચલિત એક કુપ્રથા પર રાજ્ય સરકારે ગુનો જાહેર કરી દીધો છે. સરકારના નિર્ણય મુજબ હવે દુલ્હનનો VIRGINITY TEST ગેરકાયદે ગણાશે.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફેલાયેલી લગ્ન પહેલા દુલ્હનના કૌમાર્ય પરીક્ષણની આ કુપ્રથા સામે લાલ આંખ કરી છે અને તેને ગુનો જાહેર કરી દીધો છે. રાજ્ય સરકારે ગુરુવારે કહ્યું કે ટૂંકમાં જ આ અંગેનો કાયદો ઘડવામાં આવશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રના અનેક સમુદાયોમાં આ પરંપરા નિભાવવામાં આવે છે કે જેમાં નવી દુલ્હને આ સાબિત કરવા માટે બાધ્ય કરવામાં આવે છે કે તે લગ્ન પહેલા કુંવારી હતી કે નહીં, તેનો કોઈની સાથે શારીરિક સંબંધ હતો કે નહીં, તેનું પરીક્ષણ કરાવે.

ગૃહ રાજ્ય પ્રધાન રંજીત પાટિલે આ અંગે કેટલાક સામાજિક સંગઠનોનો સાથે બુધવારે મુલાકાત બાદ જાહેરાત કરી કે રાજ્યમાં દુલ્હનોનો વર્જિનિટી ટેસ્ટ હવે ગુનો ગણાશે.

રંજીત પાટિલે પત્રકારોને જણાવ્યું, ‘કૌમાર્ય પરીક્ષણને સેક્સ્યુઅલ ઍટૅક (યૌન હુમલો) ગણવામાં આવશે. કાયદા અને ન્યાય વિભાગ સાથે સલાહ બાદ એક પરિપત્ર જાહેર કરવામાં આવશે કે જેમાં લગ્ન પહેલા કૌમાર્ય પરીક્ષણને દંડનીય અપરાધ જાહેર કરવામાં આવશે.’

તેમણે કહ્યું કે તેમનો ગૃહ વિભાગ યૌન હુમલાના કેસોની દર બે મહિને સમીક્ષા કરશે અને આ સુનિશ્ચિત કરાશે કે અદાલતોમાં આવા કેસો ઓછા પડતર રહે.

નોંધનીય છે કે મહિલાઓની પ્રતિષ્ઠાને દુભવનાર આ રિવાજ કંજરભાટ સહિત કેટલાક સમુદાયોમાં પ્રચલિત છે. પ્રથા મુજબ દુલ્હા-દુલ્હનની સુહાગ રાત પર ગામની પંચાયત એક સફેદ ચાદર આપે છે. પંચાયતના લોકો તે રાત્રે બેડરૂમની બહાર બેસે પણ છે. બીજી સવારે ચાદર જો લાલ ડાઘા મળે, તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટમાં પાસ ગણાય છે, નહિંતર આરોપ લગાવવામાં આવે છે કે દુલ્હનનો લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધ હતો.

સૌથી ચોંકાવનારી બાબત આ છે કે દુલ્હનની પરવાનગી વગર આ ટેસ્ટ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, ગામની પંચાયત લગ્ન-વિવાહમાં પોતાનું મનસ્વીપણુ ચલાવે છે.

આવા જ સમુદાયના કેટલાક યુવાનોએ તેની વિરુદ્ધ ઑનલાઇન અભિયાન શરુ કર્યો છે. તેના માટે પુણેના યુવાઓએ એક WHATSAPP ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપનું કામ દુલ્હનોના કૌમાર્ય પરીક્ષણ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનું છે. ગ્રુપના સભ્યોએ પોલીસમાં ફરિયાદો પણ નોંધાઈ છે કે જેમાં દાવો કરાયો છે કે આ પ્રથા ગેરકાયદે અને બંધારણની વિરુદ્ધ છે.

[yop_poll id=1191]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:40 am, Fri, 8 February 19