Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ

|

Oct 19, 2021 | 8:30 AM

હાલમાં ટ્વીટર પર લોકોએ વિરાટ કોહલીની પણ ક્લાસ લગાવી દીધી છે. આ સમગ્ર વિવાદ તેણે શેયર કરેલા એક વીડિયોને લઇને છે. તો ચાલો જાણીએ વીડિયોમાં એવું તો શું છે કે તેનો આટલો વિરોધ થઇ રહ્યો છે.

Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ
Virat Kohli trolled for offering to share tips on celebrating 'meaningful Diwali

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ સેલિબ્રિટી ટ્રોલ થતા રહે છે. આજ કારણ છે કે સ્ટાર્સે પબ્લીકમાં કઇ પણ બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જોઇએ. ભૂતકાળમાં બોલીવૂડના પણ ઘણા સ્ટાર્સ તેમના નિવેદનને લઇને ટ્રોલ થઇ ચૂક્યા છે. હાલમાં ટ્વીટર પર લોકોએ વિરાટ કોહલીની પણ ક્લાસ લગાવી દીધી છે. આ સમગ્ર વિવાદ તેણે શેયર કરેલા એક વીડિયોને લઇને છે. તો ચાલો જાણીએ વીડિયોમાં એવું તો શું છે કે તેનો આટલો વિરોધ થઇ રહ્યો છે.

ખરેખર વિરાટ કોહલીએ હાલમાં દિવાળીને લઇને એક વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, કોરોનાના કારણે આ વર્ષ આપણા અને સમગ્ર દુનિયા માટે મુશ્કેલ રહ્યુ છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરના કારણે ભારત માટે 2021 ખૂબ મુશ્કેલ રહ્યુ છે. હવે તહેવારો શરૂ થઇ રહ્યા છે અને લોકો દિવાળી મનાવવા માટે તૈયાર છે તેવામાં દિવાળી કઇ રીતે મનાવવી તેને લઇને હું તમારા માટે પર્સનલ ટીપ્સ લઇને આવી રહ્યો છુ. તો મારી Pinterest પ્રોફાઇલને ફોલોવ કરીને મારી સાથે જોડાયેલા રહો.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

 

બસ આ વીડિયો સામે આવતા જ લોકોએ તેને અને અનુષ્કાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. વિરાટ કોહલીના આ ટ્વીટ પર ઘણી બધી નેગેટિવ કોમેન્ટ્સ આવી રહી છે. એક યૂઝરે લખ્યુ કે અમે તમને શીખવવા નથી આવતા કે ક્રિકેટ કઇ રીતે રમવું તો તમે પણ અમને ન શિખવાડો કે દિવાળી કઇ રીતે મનાવવી. અન્ય એક યૂઝરે લખ્યુ કે કેટલા રૂપિયા મળી રહ્યા છે આ બકવાસ કરવા માટે, મેચ ફિક્સિંગ અને બોલીવૂડમાંથી મળતા પૈસા ઓછા પડે છે કે શું ?

 

આ પણ વાંચો –

જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

આ પણ વાંચો –

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારાને લઈને મનસુખ માંડવિયાની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

Next Article