શું ખરેખરમાં રિઝર્વ બેંક 5,000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ દાવો સાચો કે ખોટો?

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિઝર્વ બેંક 5000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે. હવે આને લઈને ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું રિઝર્વ બેંક ખરેખરમાં 5000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે?

શું ખરેખરમાં રિઝર્વ બેંક 5,000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ દાવો સાચો કે ખોટો?
| Updated on: Nov 25, 2025 | 5:56 PM

Fact Check: સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ રહ્યા છે કે, રિઝર્વ બેંક 5,000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે. વાત એમ છે કે, વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો 5,000 રૂપિયાની નોટનો છે. જો કે, આ વાયરલ મેસેજની ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ સમાચાર ખોટા છે.

આ મેસેજ અંગે PIB ફેક્ટ ચેકે X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં 5000 રૂપિયાની નોટ વિશેની હકીકત જણાવવામાં આવી છે. X એકાઉન્ટ પરની એક પોસ્ટમાં PIB ફેક્ટ ચેકે આ મેસેજને Fake ગણાવ્યો છે.

આ ઉપરાંત PIB એ લોકોને સાવધ રહેવા કહ્યું છે. તેની પોસ્ટમાં PIB ફેક્ટ ચેકે લખ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે.’

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં એવું પણ કહ્યું છે કે, સત્તાવાર નાણાકીય માહિતી માટે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ rbi.org.in ની મુલાકાત લો.

આજકાલ સોશિયલ મીડિયામાં આવા સમાચાર લોકોનું ધ્યાન ખેંચે છે અને પછી સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે. સરકારી સેવાઓ, યોજનાઓ વગેરેને લગતા મેસેજ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. PIB ફેક્ટ ચેકે આ મેસેજમાં કરવામાં આવેલા દાવાની અલગ-અલગ રીતે તપાસ કરી છે. PIB ફેક્ટ ચેક આવી અફવાઓ અને ખોટા દાવાઓને દૂર કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: NPS: આ 2 ભૂલ અને ખાતું ફ્રીઝ! હવે તેને ‘અનફ્રીઝ’ કેવી રીતે કરશો? ટેન્શન ના લો, બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો