Viral Photo: સરયુ નદીના કિનારે મળી આવ્યું વિશાળ ચાંદીનું શિવલિંગ, તસવીર જોઈને લોકોએ કહ્યું ‘લાગે છે કળિયુગનો અંત આવી ગયો’

આ દિવસોમાં એક વિશાળ શિવલિંગ સોશિયલ મીડિયા (Social Media)પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

Viral Photo: સરયુ નદીના કિનારે મળી આવ્યું વિશાળ ચાંદીનું શિવલિંગ, તસવીર જોઈને લોકોએ કહ્યું લાગે છે કળિયુગનો અંત આવી ગયો
Silver Shivling in the river
| Edited By: | Updated on: Jul 17, 2022 | 1:07 PM

Viral photo: શ્રાવણ (Shravan Month) મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનામાં ભગવાન શિવ(Lord Shiva)ની પૂજાનું એક અલગ જ મહત્વ છે. ભક્તોનું માનવું છે કે આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે, જેનાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. આ પવિત્ર મહિનામાં ભક્તો શિવલિંગને જળ, દૂધ, ધતુરા, ભાંગ, બેલપત્ર વગેરે અર્પણ કરે છે, પરંતુ ભગવાન શિવે તેમના ભક્તોને દર્શન આપવાનું નક્કી કર્યું છે. હકીકતમાં, યુપીના મૌ જિલ્લામાં સરયુ નદી (Saryu River)ના પુલની નીચે રેતીમાં એક વિશાળ ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

શિવલિંગ મળવાના સમાચાર નગરમાં આગની જેમ ફેલાઈ ગયા અને આ અંગેની માહિતી પોલીસ વિભાગને આપવામાં આવી. જે બાદ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી.જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો દર્શન માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાંજ પૂજા કરવા લાગ્યા.

 

અહીંયા જુઓ ચાંદીનું શિવલિંગ

 

મીડિયા સાથે વાત કરતા વિસ્તારની પોલીસે કહ્યું કે તપાસ એજન્સીને આ શિવલિંગ વિશે જાણ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેને લોકોને પરત આપવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ  યુઝર્સે  તેના પર પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કરી દીધું છે.

 

 

 

આ તસવીર જોયા બાદ દરેક સોશિયલ મીડિયા પર બસ હર હર મહાદેવ લખી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બાબાએ શ્રાવણમાં પોતાના ભક્તોને દર્શન આપ્યા છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ભગવાન પૃથ્વી પર પાછા આવી રહ્યા છે, એવું લાગે છે કે કળિયુગનો અંત નજીક છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે ખરેખર  શિવલિંગ છે જો તમે ઇચ્છો, તો તમે તેને ઝૂમ કરીને જોઈ શકો છો..!