આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Pm modi) સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી શરૂ કરી દીધી છે. આ તહેવારની ઉજવણી માટે પીએમ મોદી નૌશેરા પહોંચ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ પીએમ જવાનોની વચ્ચે પહોંચ્યા છે. તેઓ LoCની આગળની ચોકીઓ પર પહોંચીને જવાનો સાથે દિવાળી ઉજવશે. વડાપ્રધાનની મુલાકાત અને દિવાળીના તહેવારને લઈને જ્યાં સમગ્ર દેશની સુરક્ષા ચુસ્ત છે. તે જ સમયે, પીએમ મોદીની મુલાકાતને લઈને સૈનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો આ વચ્ચે હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન મોદ જયારે નૌશેરા જવા રવાના થયા હતા ત્યારે તેના કાફલા માટે કોઈ ટ્રાફિકને રોકવામાં આવ્યો ના હતો. તો આ રૂટ પર ઓછામાં ઓછી સુરક્ષા હતી નોંધનીય છે કે, આ પહેલા પણ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સામાન્ય માણસની ગાડી જેવી રીતે નીકળે તે જ રીતે નીકળ્યા હતા.
વડાપ્રધાન મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે નૌશેરા પહોંચ્યા છે. પીએમ મોદી બ્રિગેડ હેડક્વાર્ટરમાં જવાનો સાથે ચા અને બપોરનું ભોજન લેશે. તેમને સશસ્ત્ર દળોની તૈયારીઓ વિશે માહિતગાર કરવામાં આવશે અને વડા પ્રધાન જવાનોને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે. 2019માં પણ પીએમ મોદીએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8મી વખત સરહદ પર દિવાળી મનાવવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2014માં સિયાચીન પહોંચ્યા હતા. અહીં દિવાળીની ઉજવણી કર્યા બાદ તેઓ શ્રીનગર પણ ગયા હતા. 2017માં તેણે કાશ્મીરના બાંદીપોરામાં આર્મી અને બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2019માં તેઓ રાજોરીના પાયદળ વિભાગમાં ગયા હતા, જ્યાં તેમણે સેનાના જવાનો સાથે દિવાળીની ખુશીઓ શેર કરી હતી. એ જ રીતે 2020 માં પીએમ મોદીએ રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગાવાલા બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળી (Diwali) ની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.