
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડા અને ગ્રેટર નોઈડા વિસ્તારમાંની મોટી સોસાયટીઓમાં દર આડે દિવસે કૂતરાને લઈને લડાઈના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. અગાઉ કૂતરા બાબતે પડોશીને માર મારવાથી લઈને ઘણી ઘટનાઓ સામે આવી હતી. જે બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા અને એક નિવૃત્ત IAS ઓફિસર વચ્ચે કૂતરાને લિફ્ટમાં લઈ જવા બાબતે ઝઘડો થયો હતો.
જોકે, બાદમાં મહિલાનો પતિ પૂર્વ IAS ઓફિસર સાથે મારપીટ કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
कुत्ता पालो… लेकिन खुद कुत्ता मत बनो
नोएडा में लिफ्ट में कुत्ते को ले जाने के लिए एक रिटायर्ड आईएएस अधिकारी आरपी गुप्ता पर एक महिला ने हमला बोल दिया दोनों के बीच में हाथापाई हुई…
महिला कुत्ते को सबसे लिफ्ट से ले जाना चाहती थी इसी बात से विवाद हुआ ..
PARK LAUREATE… pic.twitter.com/r6I9lMQXFm
— Sarita Kaushik (@SaritaKaushik05) October 31, 2023
આ ઘટના સેક્ટર-108 સ્થિત પાર્ક લોરેટ સોસાયટીમાં બની હતી. મહિલા તેના પાલતુ કૂતરાને પોતાની સાથે લિફ્ટમાં લઈ જવા માંગતી હતી પણ નિવૃત્ત IAS અધિકારીએ કૂતરાને લિફ્ટમાં લઈ જવા માટે ના પાડી દીધી હતી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ અને વિવાદ એટલો વધી ગયો કે મહિલાએ નિવૃત્ત IAS અધિકારીનો ફોન ફેકી દીધો. આ પછી વિવાદ એટલી હદે વધી ગયો કે રિટાયર્ડ IAS એ મહિલાને થપ્પડ મારી દીધો. ત્યારબાદ બંને વચ્ચે થોડીવાર ઝપાઝપી થાય છે અને થોડીવાર પછી મહિલાનો પતિ લિફ્ટમાં આવે છે અને નિવૃત્ત IAS સાથે મારપીટ કરવા લાગે છે.
હુમલાની માહિતી મળ્યા બાદ કોતવાલી સેક્ટર-39 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો તેમજ સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી. જોકે, બાદમાં બંને પક્ષો વચ્ચે લેખિત સમજૂતી થઈ હતી.
આ ઘટના અંગે પોલીસ કમિશનર ગૌતમ બુદ્ધ નાગરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું, ‘લિફ્ટમાં કૂતરાને લઈ જવાને લઈને વિવાદ થયો છે. બંને પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે, એસીપી-1 નોઈડા માયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સ્થળ પર છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંને પક્ષો વચ્ચે મારામારી થઈ છે, સીસીટીવી જોવામાં આવી રહ્યા છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ફિલ્મી સ્ટાઈલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને પોલીસે ઝડપી, 80 લાખ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત
Published On - 12:04 pm, Tue, 31 October 23