Vice Presidential Election 2022: જાણો મતદાન, પરિણામની તારીખ, ચૂંટણી પ્રક્રિયા અને અન્ય વિગતો

|

Aug 05, 2022 | 10:10 PM

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice President Election) ક્યારે થશે, તો જાણો કે કઈ પ્રક્રિયા દ્વારા તે જાણી શકાય છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. જગદીપ ધનકર અને માર્ગારેટ આલ્વા ઉપરાષ્ટ્રપતિ પદ માટે બે ઉમેદવારો છે.

Vice Presidential Election 2022: જાણો મતદાન, પરિણામની તારીખ, ચૂંટણી પ્રક્રિયા અને અન્ય વિગતો
Vice President Election 2022

Follow us on

2022માં ઉપરાષ્ટ્રપતિના (Vice President Election 2022) પદ માટે ચૂંટણી 6 ઓગસ્ટ શનિવારના રોજ થશે અને તે જ દિવસે પરિણામો જાહેર થવાની સંભાવના છે. શનિવારે સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે, ત્યારબાદ તરત જ મતની ગણતરી કરવામાં આવશે. એનડીએ (NDA) તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનકરની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો દ્વારા આ પદ માટેના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વાનું નામ આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને વધુ સમર્થન મળે છે. આ દરમિયાન લોકોના મનમાં એવો પણ સવાલ છે કે દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે અને આ પદ માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે. આવી પરિસ્થિતિમાં જાણો કે ઉપરાષ્ટ્રપતિની (Vice President) ચૂંટણીમાં વોટિંગ કેવી રીતે થાય છે, મતોની ગણતરી કેવી રીતે થાય છે અને તેનો ફોર્મ્યુલા શું છે.

કોણ લડી શકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. તેની ઉંમર 35થી વધુ હોવી જોઈએ. આ સિવાય તેમની પાસે રાજ્યસભાના સાંસદ બનવા માટે જરૂરી તમામ યોગ્યતાઓ હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઉમેદવારે જામીનગીરી તરીકે ચોક્કસ રકમ પણ જમા કરાવવાની હોય છે અને જો તેને 1થી 6 મત ન મળે તો આ રકમ જપ્ત કરવામાં આવે છે. સામાન્ય જનપ્રતિનિધિઓની ચૂંટણીમાં પણ આવું જ થાય છે.

કોણ કોણ લઈ શકે છે ચૂંટણીમાં ભાગ?

જે રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો વોટિંગમાં ભાગ લે છે, તેવી જ રીતે સાંસદો પણ તેમાં ભાગ લે છે. પરંતુ ઉપરાષ્ટ્ર્પતિની ચૂંટણીમાં ધારાસભ્યો ભાગ લેતા નથી. માત્ર સાંસદો જ વોટિંગ કરે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેવી રીતે નક્કી થાય છે જીત?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોના વોટની સંખ્યા અડધાથી વધુ હોય તો જીત નક્કી થાય છે. આ પ્રોસેસમાં અડધાથી વધુ આંકડો પાર કરવો પડે છે. ઉદાહરણ તરીકે ધારોકે 360 સાંસદોએ મતદાન કર્યું છે તો તેમાંથી અડધાથી વધુ એટલે કે 181 વોટની જરૂર જીતવા માટે જોઈએ.

Next Article