
પશ્ચિમ બંગાળ સરકારે સ્કુલો બાદ હવે રાજ્યની તમામ મદરેસામાં પ્રાર્થના સમયે વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. સરકારે આ નોટિફિકેશન જાહેર કરી આ આદેશ આપ્યો છે. આ તમામ નિયમ સરકારરી સહાયિત અને બિન-સરકારી મદરેસાઓને લાગુ પડે છે. આદેશ મુજબ, મદરેસામાં દરેક વ્યક્તિએ પ્રાર્થના સમયે “વંદે માતરમ” ગાવાનું રહેશે. આ તમામ મદરેસામાં ફરજિયાત છે.
આ સિવાય સરકારે એક નવો આદેશ આપ્યો છે કે, જેને વિવાદિત કહેવામાં આવી રહ્યો છે. આ આદેશ સીધી રીતે સરકારી કર્મચારીઓના બોલવા અને લખવાની આઝાદીને સીમિત કરે છે. જે મુજબ સરકારી કર્મચારીઓને પરવાનગી વગર મીડિયામાં બોલી શકશે નહી. ન્યુઝપેપર કે ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપી શકશે નહી. પરવાનગી વગર લખવા પર પણ પ્રતિબંધ છે.
કેન્દ્ર કે પછી રાજ્ય સરકારની નીતિઓની આલોચના કરી શકશો નહી. લોકોનું કહેવું છે કે, સરકારનો આ આદેશ કર્મચારીઓ માટે અવાજ દબાવનારો નિયમ છે. જેમાં સરકારી સ્કુલો-કોલેજના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ સામેલ છે. લોકો આની તુલના 1975ની આપતકાળ સાથે કરી રહ્યા છે. લોકોને ડર છે કે, આનાથી સેન્સરશિપ વધશે અને વિરોધીઓનો અવાજ દબાશે.
પહેલી વાર બંગાળમાં ભાજપની સરકાર બની છે. સુવેન્દુ અધિકારીએ શપથ લીધા પછીથી જ એક્ટિવ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે અનેક મોટા અને નિર્ણાયક નિર્ણયો લીધા છે. જેમાં અધિકારીઓની ફેરબદલ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત પગલાં અને ટીએમસી નેતાઓ સામે કથિત અનિયમિતતાઓની તપાસનો સમાવેશ થાય છે. અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપવામાં આવી છે.આ યોજના 1 જૂનથી શરૂ થશે. બંગાળની મહિલાઓને દર મહિને 3000 રૂપિયા મળશે.
પશ્ચિમ બંગાળ સરકારે સિલિગુડી કોરિડોરમાં 120 એકર જમીન કેન્દ્ર સરકારને સોંપી દીધી છે. આ નિર્ણય “ચિકન નેક” કોરિડોર, જે ઉત્તરપૂર્વીય ભારતને દેશના બાકીના ભાગ સાથે જોડે છે, તેની સાથે સુરક્ષા મજબૂત કરવા, સરહદ પર વાડ બનાવવા અને માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે લેવામાં આવ્યો હતો.