Vande Bharat Express: દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

|

Jun 26, 2023 | 2:53 PM

Vande Bharat Express: સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે.

Vande Bharat Express: દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

Follow us on

Vande Bharat Express: દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે. તેનાથી વિવિધ રાજ્યોના લોકોને ફાયદો થશે. પીએમ મોદી મંગળવારે 5 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જણાવી દઈએ કે, આ અઠવાડિયે જે 5 ટ્રેનો શરૂ થવા જઈ રહી છે, તેમાંથી એક ટ્રેન બિહારને મળવા જઈ રહી છે. આ ટ્રેનોને આજે જ રેકમાંથી બહાર કાઢીને રાંચી લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

આ રાજ્યોને વંદે ભારતની ભેટ મળશે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઈન્દોર-ભોપાલ વંદે ભારત

આ અઠવાડિયે ભોપાલને વંદે ભારતની ભેટ મળશે. જેને મંગળવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન મોદી ફ્લેગ ઓફ કરશે. આ ટ્રેન દરરોજ સવારે 6.30 વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને 9.35 વાગ્યે ભોપાલ પહોંચશે. ઇન્દોરથી ભોપાલ સુધીની સફર સેમી હાઇ સ્પીડ ટ્રેન દ્વારા 4 કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. રવિવારે ટ્રેન નહીં દોડે, આ દિવસે ટ્રેનનું મેન્ટેનન્સ કામ કરવામાં આવશે. ટ્રેન શરૂ થવાથી ભોપાલના લોકો સરળતાથી ઉજ્જૈન મહાકાલના દર્શન કરી શકશે.

જબલપુરને વંદે ભારત ટ્રેન મળશે

જબલપુરના લોકોને આ અઠવાડિયે વંદે ભારત ટ્રેન પણ મળી શકે છે. આ ટ્રેન સવારે 6 વાગે જબલપુરથી ઉપડશે અને નરસિંગપુર, પીપરિયા, નર્મદાપુરમ થઈને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર સવારે 10.35 કલાકે પહોંચશે. આ જ ટ્રેન અહીંથી સાંજે 7 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે જબલપુર પહોંચશે.

અન્ય આ વંદે ભારત ટ્રેનો પણ મળશે

આ ઉપરાંત બિહારને આવતીકાલે પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેનની ભેટ પણ મળશે. પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં બિહારમાં દોડતી જોવા મળશે. તે જ સમયે, બેંગ્લોર-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને CSMT-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ પણ આવતીકાલે શરૂ કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:13 pm, Mon, 26 June 23

Next Article