CORONA VACCINE : કોરોના રસીકરણ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઇ છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વૅક્સીન એડમિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19 એટલે કે NEGVACએ વેક્સીનેશનને લઇને કેટલીક ભલામણો કરી હતી, જેને મંજૂર કરી દેવાઇ છે. હવે કોરોનામાંથી સાજા થયા બાદ ત્રણ મહિના બાદ રસી લઇ શકાશે.
જો કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધા બાદ કોરોના થયો હોય તો પણ સાજા થયા બાદ બીજો ડોઝ 3 મહિના બાદ લઇ શકાશે. સ્તનપાન કરાવતી મહિલાઓ પણ વેક્સીન લઇ શકશે. આ ઉપરાંત કોવિડ રસીકરણથી પહેલા રેપિડ એન્ટિજન ટેસ્ટની જરૂર નથી. કોરોનાથી સંક્રમિત એવા દર્દી જેમને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હોય, તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 3 મહિના બાદ રસી લઇ શકશે.
અન્ય બીમારી ધરાવતા દર્દી કે જેમને હોસ્પિટલમાં દાખલ કે ICUની જરૂરત હોય તેમને રસી માટે 4 થી 8 અઠવાડિયાની રાહ જોવી જોઇએ. કોઇ પણ વ્યક્તિ રસી લીધાના 14 દિવસ બાદ રક્ત દાન કરી શકે છે. તો કોરોનાથી સંક્રમિત વ્યક્તિ પણ RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. ગર્ભવતી મહિલાઓને કોવિડ 19 માટેની વૅક્સીન આપવાનો મામલો હજુ વિચારાધીન છે. NTAGI હજુ આ અંગે વિચાર કરી રહી છે.
આ 3 ભલામણને મંજૂરી મળી ગઇ છે
1. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે ICUની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન અપાશે.
2. કોઈ વ્યક્તિ વેક્સિન લીધાના 14 દિવસ પછી રક્ત ડોનેટ કરી શકશે. જો કોઈ વ્યક્તિને કોરોના છે. અને 14 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવે તો તે પણ બ્લડ ડોનેટ કરી શકશે.
3. વેક્સિનેશન પહેલાં કોઈ પણ વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટની જરૂર નથી.
વેક્સિનેશન માટે આ લોકોએ રાહ જોવી પડશે
– જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને રિકવરીના 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ અપાશે.
– કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમાં અપાયા છે તેમને પણ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાના 3 મહિના પછી વેક્સિન અપાશે.
– જે લોકો પહેલાં ડોઝ પછી સંક્રમિત થયા છે, તેમને પણ રિકવરીના 3 મહિના પછી કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાશે.
– જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે ICUની જરૂર છે. તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન અપાશે.
– ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.