ઉત્તરકાશી: હિમપ્રપાતમાં દટાયેલા 29 લોકોમાંથી 26ના મૃતદેહ બહાર આવ્યા, ત્રણની શોધ ચાલુ

જ્યારે પર્વતારોહક સવિતા કંસવાલના મૃતદેહને તેના ગામ લોંગથરુ લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા. કંસવાલ પ્રશિક્ષક તરીકે પર્વતારોહકો(mountaineers)ની ટીમ સાથે પર્વત પર ગયા હતા.

ઉત્તરકાશી: હિમપ્રપાતમાં દટાયેલા 29 લોકોમાંથી 26ના મૃતદેહ બહાર આવ્યા, ત્રણની શોધ ચાલુ
Uttarkashi: Out of 29 people buried in avalanche
| Edited By: | Updated on: Oct 08, 2022 | 9:40 AM

ઉત્તરાખંડ(Uttrakhand-Uttarkashi)ના ઉત્તરકાશી જિલ્લાના દ્રૌપદી કા દંડ શિખર પર હિમપ્રપાત (Avalanche)બાદ અત્યાર સુધીમાં 26 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતક પર્વતારોહકો(Mountaineer)માં બે પ્રશિક્ષક અને 24 તાલીમાર્થીઓ છે. હજુ ત્રણની શોધખોળ ચાલુ છે. હિમપ્રપાતમાં જીવ ગુમાવનારા ચાર પર્વતારોહકોના મૃતદેહ શુક્રવારે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આમાં પ્રખ્યાત પર્વતારોહક સવિતા કંસવાલનો મૃતદેહ પણ સામેલ છે. કંસવાલે આ વર્ષની શરૂઆતમાં માત્ર 15 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ(Mount Averest) અને મકાલુ પર ચઢીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

જ્યારે પર્વતારોહક સવિતા કંસવાલના મૃતદેહને તેના ગામ લોંગથરુ લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા. કંસવાલ પ્રશિક્ષક તરીકે પર્વતારોહકોની ટીમ સાથે પર્વત પર ગયા હતા. કંસવાલ ઉપરાંત નૌમી રાવત, અજય બિષ્ટ અને શિવમ કંથોલાના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. નૌમી પણ ટ્રેનર હતી જ્યારે કુમાઉના બિષ્ટ અને હિમાચલ પ્રદેશના કેન્થોલા તાલીમાર્થી હતા.

ટ્રેનિંગ ટીમના 42 સભ્યોમાંથી 29 હિમપ્રપાતમાં ફસાયા હતા. જણાવી દઈએ કે પર્વતારોહકો પર આરોહણ કર્યા બાદ પરત ફરતી વખતે 17 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ દ્રૌપદીના દાંડા-2 શિખર પર મંગળવારે હિમપ્રપાત થયો હતો. સેનાના હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને હરસિલના હેલિપેડ પર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ અકસ્માતની જાણકારી લેવા માટે ઉત્તરકાશી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ હિમપ્રપાતનો ભોગ બનેલા નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) ઉત્તરકાશીના તાલીમાર્થીઓ માટે ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને હરિદ્વારના સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિશંક સાથે ઘાયલ પર્વતારોહકો પણ હાજર હતા. એનડીઆરએફ, એસડીઆરએફ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) સહિતની અનેક એજન્સીઓની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.

Published On - 9:40 am, Sat, 8 October 22