Uttarkashi Bus Accident: PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ, ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન ધામી સાથે કરી વાત

PMOએ ટ્વીટ કર્યું છે કે “ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર શક્ય તમામ મદદમાં જોડાયુ છે.

Uttarkashi Bus Accident: PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ, ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન ધામી સાથે કરી વાત
PM Modi and HM Amit Shah
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 05, 2022 | 9:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉત્તરાખંડમાં (Uttarakhand) ઉત્તરકાશી માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું છે કે ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. આમાં હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમ મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે.

PMOએ ટ્વીટ કર્યું છે કે “ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર શક્ય તમામ મદદમાં જોડાયુ છે.

PMOએ કરી વળતરની જાહેરાત

અન્ય એક ટ્વીટમાં જાહેરાત કરવામાં આવી છે કે, “વડાપ્રધાને વળતરની જાહેરાત કરી છે. PMNRF દ્વારા ઉત્તરાખંડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

28 શ્રદ્ધાળુઓને લઈને યમુનોત્રી જઈ રહેલી MP બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી

ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા પંચાયતના સભ્ય હાકમ સિંહ રાવત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ માટે પોલીસ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ બસ યમુનોત્રી તરફ જઈ રહી હતી, જે દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ પાસે બેકાબૂ બનીને ખાડીમાં પડી ગઈ. બસ લગભગ 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી. હાકમ સિંહ રાવતે જણાવ્યું કે બસમાં લગભગ 30 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના લોકોની હાલત નાજુક છે.