ઉત્તરકાશી: 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા શ્રમિક, પુષ્કર સિંહ ધામી અને વી.કે. સિંહે કર્યું સ્વાગત, તમામ મજૂરો સ્વસ્થ હાલતમાં

ઉત્તરકાશીની ટનલમાં મજૂરોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું છે. 17 દિવસ બાદ શ્રમિકો એક બાદ એક બહાર નીકળી રહ્યા છે. દરેકને એક પછી એક બહાર કાઢવામાં આવશે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેના માટે એક ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે.

ઉત્તરકાશી: 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા શ્રમિક, પુષ્કર સિંહ ધામી અને વી.કે. સિંહે કર્યું સ્વાગત, તમામ મજૂરો સ્વસ્થ હાલતમાં
Tunnel Rescue
| Updated on: Nov 28, 2023 | 8:43 PM

ઉત્તરકાશીની ટનલમાં મજૂરોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું છે. 17 દિવસ બાદ શ્રમિકો એક બાદ એક બહાર નીકળી રહ્યા છે. દરેકને એક પછી એક બહાર કાઢવામાં આવશે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેના માટે એક ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે.

NDRFની ટીમ પાઈપ દ્વારા શ્રમિકો સુધી પહોંચી

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. ટનલમાં ખોદકામ પૂર્ણ થયા બાદ 800 મીમી વ્યાસનો પાઈપ નાખવામાં આવ્યો છે. NDRFની ટીમ પાઈપ દ્વારા શ્રમિકો સુધી પહોંચી અને તેઓને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મજૂરોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મજૂરોના પરિવારજનોને ટનલની અંદર મોકલવામાં આવ્યા છે.

પુષ્કર સિંહ ધામી અને વી.કે. સિંહે શ્રમિકોનું કર્યું સ્વાગત

ઉત્તરાખંંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે ટનલમાંથી બહાર આવેલા શ્રમિકોનું સ્વાગત કર્યું છે. શરૂઆતમાં 2 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેના નામ વિજય હોરો અને ગણપતિ છે. પહેલો મજૂર 7.55 વાગ્યે બહાર આવ્યો હતો અને બહાર આવેલા મજૂરની તબિયત સારી હોવાનું કહેવાય છે.

કર્મચારીઓના મનોબળ અને હિંમતની ખૂબ પ્રશંસા કરી

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બહાર આવેલા મજૂરોને મળી રહ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહ પણ ત્યાં હાજર છે. પુષ્કર સિંહ ધામીએ બચાવ કામગીરી કરી રહેલા કર્મચારીઓના મનોબળ અને હિંમતની ખૂબ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: ઉત્તરકાશી: ટૂંક સમયમાં ટનલમાંથી બહાર આવશે શ્રમિકો, જાણો કેવી છે તેમના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, 17 દિવસની મહેનત બાદ ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:52 pm, Tue, 28 November 23