Uttarakhand Rain: લેમન ટ્રી રિસોર્ટમાંથી 200 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા, ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત

|

Oct 19, 2021 | 5:42 PM

ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં 24-25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.

Uttarakhand Rain: લેમન ટ્રી રિસોર્ટમાંથી 200 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા, ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત
ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ

Follow us on

Uttarakhand Rain: ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ઘણા લોકોના મોત થયા છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું છે કે રામનગર-રાણીખેત માર્ગ પર સ્થિત લેમન ટ્રી રિસોર્ટ માં લગભગ 200 લોકો ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે ડીજીપી (DGP)એ કહ્યું કે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનાઓમાં 24-25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે નૈનીતાલ (Nainital) જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

 

ભારે વરસાદ બાદ રામનગર-રાણીખેત માર્ગ પર સ્થિત લેમન ટ્રી રિસોર્ટ (Lemon Tree Resort)માં 100થી વધુ લોકો ફસાયા હોવાની જાણ થઈ હતી. કોશી નદી ભારે વરસાદ (Heavy rain)ને કારણે તેનું પાણી પણ રિસોર્ટમાં ભરાઈ ગયું હતું. જેના કારણે ત્યાંનો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો હતો. બાદમાં સુરક્ષા કર્મચારી (Security personnel)ઓએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી અને આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે 200 લોકો ત્યાં ફસાયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા છે.

રાજ્યમાં હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઉત્તરાખંડ (Uttarakhand)ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ છે. વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે, ખાસ કરીને કુમાઉ વિસ્તારમાં  વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે, ઉપરાંત ઘણા મકાનો પણ તૂટી પડ્યા હતા. ભૂસ્ખલનને કારણે નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા.

ચારધામ યાત્રીઓને તેઓ જ્યાં છે ત્યાં રહેવા અપીલ કરાઈ

રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ લોકોને ન ડરવાની અપીલ કરી અને કહ્યું કે તેમને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે ફરી ચારધામ યાત્રાળુઓને અપીલ કરી કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને હવામાન સુધરે તે પહેલા પોતાની યાત્રા શરૂ ન કરે.

ધામીએ કહ્યું કે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું કે અવિરત વરસાદની ખેડૂતો પર મોટી અસર પડી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : US-UAE અને ઈઝરાયલના વિદેશ મંત્રીઓ સાથે એસ-જયશંકરની મહત્વની બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

Next Article