Delhi: યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરવાની કવાયત વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સીએમ ધામીએ કહ્યું કે, અમને UCC સંબંધિત કોઈ ડ્રાફ્ટ મળ્યો નથી અને અમે આ મામલે ઉતાવળ કરવા માંગતા નથી. પુષ્કર સિંહ ધામીએ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બાદ કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને કાવડ યાત્રા અંગે હતી.
PM મોદી સાથેની મુલાકાત બાદ પત્રકારોએ સીએમને યુનિફોર્મ સિવિલ કોડ પર સવાલ કર્યો હતો. તેના જવાબમાં પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે હજુ સુધી અમને UCC કમિટિનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે મળ્યો નથી. તેનો ડ્રાફ્ટ મળશે ત્યારે જ કંઈક કહી શકાશે. સીએમ ધામીએ કહ્યું કે યુસીસીની ડ્રાફ્ટ કમિટીએ આદિવાસી લોકોમાં પણ ઘણું કામ કર્યું છે. યુસીસી કમિટીએ સ્થળ પરથી પ્રતિભાવ લીધા છે અને તેથી તેના આધારે જ આગળનું કામ થશે. તેમણે કહ્યું કે, તે પીએમની વિચારસરણી છે કે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. તેથી જ અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
#WATCH | After meeting PM Modi, Uttarakhand CM Pushkar Singh Dhami, says “PM has assured that he will provide assistance for the people affected in Joshimath. Char Dham Yatra is underway and so far 34 lakh pilgrims have performed the Yatra. Kanwar Yatra is going to start from… pic.twitter.com/tWobgDaL7i
— ANI (@ANI) July 4, 2023
UCC ક્યાં સુધી લાગુ કરવામાં આવશે તે પ્રશ્ન પર સીએમ ધામીએ કહ્યું કે, અમે વધુ વિલંબ કરીશું નહીં અને સાથે જ આ કામ ઉતાવળમાં કરવામાં આવશે નહીં કે કંઈક ભૂલ થઈ જાય. ખૂબ જ સમજી વિચારીને કામ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ટૂંક સમયમાં અમે તેનો અમલ કરીશું, પરંતુ થોડો સમય રાહ જુઓ.
આ પણ વાંચો : BJP Mission 2024: તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ
જોશીમઠની સ્થિતિ અંગે પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદીએ જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યમાં હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 34 લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે. આ સાથે જ આજથી કાવડ યાત્રા પણ શરૂ થઈ છે, તેથી આ બાબતે પણ પીએમ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા સીએમ ધામી ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.