Uttarakhand : મૃતકોને કુલ 6 લાખનું વળતર જાહેર, સીએમ રાવતે કહ્યું લગભગ 125 લોકો લાપતા

Uttarakhand માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ મૃતકના પરિવારને 2-2 લાખનું વળતર અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર વળતરની જાહેરાત કરી છે.

Uttarakhand : મૃતકોને કુલ 6 લાખનું વળતર જાહેર, સીએમ રાવતે કહ્યું લગભગ 125 લોકો લાપતા
| Edited By: | Updated on: Feb 07, 2021 | 9:09 PM

Uttarakhand માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ મૃતકના પરિવારને 2-2 લાખનું વળતર અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર વળતરની જાહેરાત કરી છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી દરેક મૃતકને કુલ 6 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

રવિવારે Uttarakhand ના ચમોલીમાં ગ્લેશિયર તૂટી જવાથી  અલકનંદા અને તેની સહાયક નદીઓમાં એકાએક પૂર આવ્યું હતું. જોકે  હાલ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે નદીના પ્રવાહમાં ઘટાડો થયો છે જે રાહતની બાબત  છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવે છે.

Uttarakhand ના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે ચમોલી દુર્ઘટનામાં આશરે 200 થી વધારે  લોકો ગુમ થવાની આશંકા છે. રવિવારે રાજ્યના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટી જવાથી  ધોલી ગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું.

ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના પ્રવક્તાએ તપોવન-રેન્ની ખાતેના વીજ પ્રોજેક્ટના ઇન્ચાર્જને ટાંકીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કામ કરતાં 150 થી વધુ મજૂરોનાં મોતની આશંકા છે. અત્યાર સુધી આઇટીબીપીએ 10 મૃતદેહો બહાર નિકાળયા છે. તેમજ 16 લોકોને બચાવ્યા છે.