ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં (Aligarh) નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે આવી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ઉપરકોટ કોતવાલી વિસ્તારમાં મોડી રાત્રે અરાજક તત્વોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પથ્થરમારાને કારણે એક યુવક ઘાયલ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતોની ફરિયાદ પર 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હંગામો મચાવનાર અરાજક તત્વોની શોધમાં છે. સીઓ કહે છે કે જેમણે મસ્જિદ પર પથ્થરમારો કર્યો છે, આવા લોકોને બક્ષવામાં આવશે નહીં. તંગદિલીભર્યા વાતાવરણને જોતા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે શનિવારે રાત્રે હંગામો થયો હતો. સાંજની નમાજ બાદ કેટલાક અરાજક તત્વો ત્યાં આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેટલાક લોકો મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. તેમને જોતા જ મસ્જિદ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પણ જ્યારે કોઈ બહાર ન આવ્યું તો આરોપીઓ લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યા. તેણે લોકોને માર પણ માર્યો હતો.
એવું કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો દ્વારા અપશબ્દોની સાથે ધાર્મિક નારા પણ લગાવવામાં આવ્યા હતા. તેઓએ બાળકો અને મહિલાઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. લોકો કંઇક સમજે ત્યાં સુધીમાં આરોપીઓ પથ્થરમારો કરીને ત્યાંથી ભાગી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો કાબૂમાં લીધો હતો.
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે કેટલીક મહિલાઓ બેઠી હતી અને કેટલાક લોકોએ ગેરવર્તન શરૂ કર્યું. આ પછી તેમણે અચાનક મસ્જિદ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જ્યારે તેઓ પોલીસને જાણ કરવા ચોકી પર ગયા તો કેટલાક લોકો ફરી આવ્યા અને પથ્થરમારો કરવા લાગ્યા.
પોલીસ ઇન્સ્પેક્ટર બ્રિજેશ કુમારે જણાવ્યું કે પીડિતોની ફરિયાદ પર 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. હુમલાખોરોની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ દોષિતોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : 18 થી 22 એપ્રિલ દરમિયાન આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ યોજાશે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આપશે હાજરી
આ પણ વાંચો : મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આતંકવાદી કહેવા પર 200 લોકો સામે FIR, SP ઓફિસ બહાર હોબાળો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો