ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 112 સેવા પર અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની (Ayodhya Bomb Blast) ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ વિભાગ (Police Department) સતર્ક થઈ ગયું છે અને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વિભાગને સાવચેતી તરીકે એલર્ટ કરવામાં આવ્યું છે. પોલીસે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 112 સેવા પર ફોન કર્યો અને કહ્યું કે અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ કોલ મળ્યા બાદ ડાયલ 112 પર તૈનાત કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલાની જાણકારી આપી. આ પછી અયોધ્યામાં સુરક્ષા અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
બ્લેક કેટ કમાન્ડોની ટુકડી રામ જન્મભૂમિ વિસ્તારમાં તૈનાત
પોલીસે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે. શહેરના તમામ મંદિરોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) વિસ્તારમાં બ્લેક કેટ કમાન્ડોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાના તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકે પણ અયોધ્યાની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે.
હનુમાન મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી હતી
આ પહેલા જુલાઈમાં રાજધાની લખનૌના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરમાં (Hanuman Temple) ધમકીનો પત્ર મળ્યો હતો. જેમાં હનુમાન મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખનૌમાં પકડાયેલા આતંકીઓને 14 ઓગસ્ટ પહેલા છોડી દેવાની માગ કરવામાં આવી હતી. પત્રમાં RSS કાર્યાલય અને વરિષ્ઠ અધિકારીઓને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.
અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી
ગયા મહિને, યુપી પોલીસને ગુપ્તચર ચેતવણી મળી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામે મળેલા ધમકીભર્યા પત્રમાં લખનૌ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈન્ટેલિજન્સ એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્કવોડે લખનૌ, કાનપુર સહિત અનેક રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. સઘન સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસ 10 વર્ષમાં 90% ચૂંટણી હારી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો – નેતૃત્વ કોઈ વ્યક્તિનો અધિકાર નથી