Uttar Pradesh: RSS વડા મોહન ભગવતને મળ્યા CM યોગી, અડધો કલાક ચાલી ખાસ બેઠક, જાણો શું થઈ ખાસ ચર્ચા ?

|

Oct 22, 2021 | 8:07 AM

સંઘના વડા ડો.ભાગવતે વિજયાદશમી નિમિત્તે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે બધા માટે સમાન રીતે લાગુ થવું જોઈએ.

Uttar Pradesh: RSS વડા મોહન ભગવતને મળ્યા CM યોગી, અડધો કલાક ચાલી ખાસ બેઠક, જાણો શું થઈ ખાસ ચર્ચા ?
Mohan Bhagwat ( file photo )

Follow us on

UP Election 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) યુપીના પ્રવાસે છે. સર સંઘચાલક ડો.મોહન ભાગવત (Mohan Bhawat) અયોધ્યામાં બે દિવસના રોકાણ બાદ ગુરુવારે લખનૌ પહોંચ્યા, સંઘના વડા લખનૌમાં સંઘ કાર્યાલય પહોંચ્યા, જ્યાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) મોડી સાંજે સંઘના વડાને મળ્યા હતા.

બંને વચ્ચે બેઠક થઈ હતી.બંને વચ્ચેની બેઠક ખુબજ મહત્વનાઈ માનવમાં આવે છે. અને બંને વચ્ચે બંધ બારણે લગભગ અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. ચૂંટણીના વર્ષને કારણે, સંઘના વડાની યુપીની મુલાકાત ખૂબ મહત્વની છે. આ પહેલા સંઘના વડાએ ઉત્તરાખંડની મુલાકાત પણ લીધી હતી.

એવું માનવામાં આવે છે કે બંને વચ્ચે રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. કારણ કે થોડા મહિના પછી રાજ્યમાં ચૂંટણીઓ થવાની છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે સંબંધિત વિવિધ વિષયો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સાથે જ સંઘના વડાએ રાજ્ય સરકારના કામકાજ અને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ ચર્ચા કરી. અખિલ ભારતીય સંસ્થા વર્ગમાં ભાગ લેવા માટે સંઘના વડા અયોધ્યા આવ્યા હતા, પરંતુ રાજ્યની ચૂંટણીઓ વચ્ચે લખનૌમાં તેમનું રોકાણ અને સીએમ યોગીને મળવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તવમાં, ભાજપની સાથે સંઘ પણ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સંઘના વડાએ વિજયાદશમી પર વસ્તી નિયંત્રણ પર કરી હતી વાત
બીજી બાજુ, સંઘના વડા ડો.ભાગવતે વિજયાદશમી નિમિત્તે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે બધા માટે સમાન રીતે લાગુ થવું જોઈએ. તે જ સમયે, સંઘના વડાએ ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC) તૈયાર કરવાની વાત કરી હતી. જે પછી તેના રાજકીય અર્થ કાઢવા માંડ્યા. કારણ કે આ તમામ મુદ્દાઓ ભાજપના એજન્ડામાં છે અને ચૂંટણી દરમિયાન ભાજપ આ મુદ્દાઓને મજબૂતાઈ ઉઠાવે છે.

યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (UP Election 2022) યોજાવાની છે. રાજ્યમાં આગામી વર્ષના મે એટલે કે 2022 સુધીમાં નવી સરકારની રચના થવાની છે. માનવામાં આવે છે કે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પંચ રાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. તેથી, સંઘ સતત રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાથે જ કાશીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષે સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરી છે.

આ પણ વાંચો: ફેક વેબસાઈટ કરી શકે છે તમને ઠનઠન ગોપાલ, બચવા માટે કરી શકો છો આ ટિપ્સને ફોલો

આ પણ વાંચો: અનન્યા, ચંકી પાંડેના ઘરે પહોંચી NCB ની ટીમ, સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા ફની મીમ

Next Article