લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર

|

Dec 07, 2021 | 6:30 PM

આજે ગોરખપુરમાં ખાતરના કારખાનાના ઉદ્ઘાટન દરમિયાન સપા પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, લાલ ટોપીવાળાને માત્ર લાલ બત્તીથી જ મતલબ ​​છે. લાલ ટોપીવાળા યુપી માટે રેડ એલર્ટ છે.

લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર
Akhilesh Yadav - Jayant Chaudhary

Follow us on

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને આરએલડી પ્રમુખ જયંત ચૌધરી (Jayant Chaudhary) વચ્ચે ગઠબંધન થયા બાદ બંનેએ મંગળવારે મેરઠમાં સંયુક્ત રેલી યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભાજપ (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, પશ્ચિમમાંથી બીજેપીનો સૂરજ હંમેશા માટે અસ્ત થશે. આ વખતે ખેડૂતોની ક્રાંતિ થશે અને 2022 માં પરિવર્તન આવશે.

અખિલેશ યાદવે કહ્યું કે, લોકો સતત મેદાનમાં આવી રહ્યા છે અને ઉભા રહેવાની જગ્યા નથી. આ અમારું જાહેર સમર્થન દર્શાવે છે. બીજી તરફ, આરએલડીના વડા જયંત ચૌધરીએ જાહેરાત કરી કે જો સરકાર બનશે તો મેરઠમાં શહીદોનું સ્મારક બનાવવામાં આવશે. અખિલેશ યાદવે કહ્યું, અહીંના ખેડૂતો ભાજપનો સફાયો કરવા માંગે છે, યુવાનોને નોકરી જોઈએ છે. ખેડૂતો (Farmers) સાથે છેતરપિંડી થઈ, તેમના વચનો જુમલા નીકળ્યા.

લોકોને આશા હતી કે ડબલ એન્જિનની સરકાર સમૃદ્ધિ લાવશે પરંતુ સરકાર નિષ્ફળ નીવડી રહી છે. તેથી હવે લોકો બદલાવ કરશે. અખિલેશ યાદવે મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) સતત વધી રહ્યા છે, તેના કારણે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આજે શાકભાજી, લોટ, તેલ વગેરે ગરીબો માટે મુશ્કેલ બની ગયું છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ભાજપ માટે છે રેડ એલર્ટ
બીજી તરફ, પીએમ નરેન્દ્ર મોદીના (Narendra Modi) લાલ ટોપીના નિવેદન પર પ્રહાર કરતા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ભાજપ માટે રેડ એલર્ટ છે મોંઘવારી, બેરોજગારી-બેકારી, ખેડૂત-મજૂરની દુર્દશા, હાથરસ, લખીમપુર, મહિલાઓ અને યુવાનો પર અત્યાચાર, શિક્ષણ, વ્યાપાર અને આરોગ્ય અને ‘લાલ ટોપી’ કારણ કે તે આ વખતે ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દેશે. ‘લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા!’

આજે ગોરખપુરમાં ખાતરના કારખાનાના ઉદ્ઘાટન દરમિયાન સપા પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, લાલ ટોપીવાળાને માત્ર લાલ બત્તીથી જ મતલબ ​​છે. લાલ ટોપીવાળા યુપી માટે રેડ એલર્ટ છે.

ખેડૂતો માટે સ્મારક બનાવવામાં આવશે
આ રેલીમાં જયંત સિંહ ચૌધરીએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ખેડૂતો પર એક સાથે હુમલા કરવામાં આવ્યા છે. ખેડૂતોનું સતત અપમાન કરવામાં આવતું હતું, પરંતુ ભાજપના એક પણ નેતાએ તેની સામે કશું કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમારી સરકાર આવશે ત્યારે અમે ખેડૂતો માટે સ્મારક બનાવીશું, જેથી શહીદ ખેડૂતોના બલિદાનને યાદ કરી શકાય.

 

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય

આ પણ વાંચો : નાગાલેન્ડમાંથી AFSPA નાબૂદ કરવાની માગ, રાજ્ય કેબિનેટ આ કાયદો હટાવવા કેન્દ્ર સરકારને લખશે પત્ર

Next Article