Uttar Pradesh: યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન, UCC નું કર્યું સમર્થન

|

Jul 02, 2023 | 12:57 PM

માયાવતીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે UCC માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોને પણ નુકસાન પહોંચાડશે. શીખ ધર્મના લોકોએ પણ તેનો વિરોધ કર્યો છે.

Uttar Pradesh: યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન, UCC નું કર્યું સમર્થન
Mayawati

Follow us on

હાલમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને (Uniform Civil Code) લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી પૂરા જોર સાથે દેશમાં UCC લાવવાની વાત કરી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહી છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના (BSP) પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે તેમની પાર્ટી આ કાયદાનો વિરોધ કરતી નથી.

આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી

ઉત્તર પ્રદેશના પૂર્વ CM અને બસપાના વડા માયાવતીએ આ નિવેદન સાથે UCCને સમર્થન આપ્યું છે. જો કે આ સાથે તેમણે ભાજપને કેટલીક સલાહ પણ આપી છે. માયાવતીએ કહ્યું છે કે અમારો પક્ષ યુસીસીનો વિરોધ નથી કરતો, પરંતુ કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે આપણો દેશ સર્વધર્મ સમભાવનો છે, તેથી અહીં બધાને સાથે લઈને ચાલવું પડશે. તેમનું કહેવું છે કે યુસીસી સાથે દેશ એક થશે પરંતુ તેનો અમલ જબરદસ્તીથી નહીં પરંતુ દરેકની સહમતિથી થવો જોઈએ. આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી.

શીખ ધર્મના લોકોએ પણ UCCનો વિરોધ કર્યો

માયાવતીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે UCC માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોને પણ નુકસાન પહોંચાડશે. શીખ ધર્મના લોકોએ પણ તેનો વિરોધ કર્યો છે. વિપક્ષ તરફથી પૂછવામાં આવ્યું હતું કે જો UCC લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓ અને દલિતોનું શું થશે? દલિતોની રાજનીતિના આધારે યુસીસીને લઈને માયાવતીએ આપેલા નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

કોંગ્રેસે 15 જૂનના રોજ યુસીસી પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું

બીજી તરફ કોંગ્રેસ પણ UCCને લઈને પોતાના સ્ટેન્ડ પર અડગ છે. તેમનું કહેવું છે કે આ સ્થિતિમાં તેનો અમલ કરવો કોઈપણ રીતે ઇચ્છનીય નથી. જો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ ડ્રાફ્ટ, બિલ કે રિપોર્ટ લાવવામાં આવશે તો તે તેના પર નિવેદન આપશે.

આ પણ વાંચો : Uniform Civil Code: પૂર્વોત્તરના રાજ્યોમાં UCC પર ભાજપની મુશ્કેલી વધી, NDA માં વિરોધના શૂર!

શનિવારે કોંગ્રેસના નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવેલી સંસદીય વ્યૂહરચના જૂથની મહત્વપૂર્ણ બેઠક પછી, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગયા મહિને 15 જૂનના રોજ યુસીસી પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને યુનિફોર્મ સિવિલ પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને તેમાં કોઈ ફેરફાર થયો નથી

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article