ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ

|

Nov 23, 2021 | 5:57 PM

ખેડૂત સંગઠનોએ રવિવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની સાથે એમએસપીની બાંયધરી આપતો કાયદો અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાની ધરપકડ સહિત અન્ય છ માંગણીઓ પર તેમની સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ
Rakesh Tikait

Follow us on

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) સરકાર પર ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેણે ખેડૂતો સાથે તેમના પ્રશ્નોના ઉકેલ માટે વાત કરવી જોઈએ. ટિકૈતે કહ્યું કે ખેડૂતોને મોદી સરકારને સમજાવવામાં એક વર્ષ લાગી ગયું કે તેના ત્રણ કૃષિ કાયદા નુકસાનકારક છે. સાથે જ એ વાતનો અફસોસ છે કે આ કાયદાઓ પાછા ખેંચવા છતાં પણ આ સરકારે ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો.

ખેડૂત નેતાએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની બાંયધરી આપતો કાયદો બનાવવાની માગનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, જેને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સમર્થન કર્યું હતું.

સમજાવવામાં અમને એક વર્ષ લાગ્યું
કિસાન મહાપંચાયતને સંબોધતા ટિકૈતે કહ્યું કે, તેમને સમજાવવામાં અમને એક વર્ષ લાગ્યું, અમે અમારી ભાષામાં વાત કરી, પરંતુ દિલ્હીમાં રૂમમાં બેસનારાઓની ભાષા અલગ હતી. જે લોકો અમારી સાથે વાત કરવા આવ્યા તેમને એ સમજવામાં 12 મહિના લાગ્યા કે આ કાયદા ખેડૂતો, ગરીબો અને દુકાનદારોને નુકસાન પહોંચાડવાના છે. પછી તેણે કાયદાઓ પાછા ખેંચી લીધા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

તેઓએ કાયદો પાછો ખેંચીને યોગ્ય કર્યું, પરંતુ ખેડૂતોને એમ કહીને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ કાયદા વિશે કેટલાક લોકોને સમજાવવામાં નિષ્ફળ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત માફી માંગવાથી નહીં પરંતુ નીતિ બનાવીને મળશે.

પીએમ મોદીને પૂછવામાં આવ્યો સવાલ
ટિકૈતે કહ્યું કે વડાપ્રધાને દેશ સમક્ષ સ્પષ્ટ જવાબ આપવો પડશે કે તેઓ જે સમિતિનો ભાગ હતા તેના સૂચનને તેઓ સ્વીકારશે કે કેમ. ટિકૈતે ખેડૂતોને કહ્યું, તેઓ તમને બધાને હિંદુ-મુસ્લિમ, હિંદુ-શીખમાં ફસાવી દેશે અને દેશને વેચતા રહેશે. માત્ર ત્રણ કૃષિ કાયદા જ અમારો મુદ્દો નથી, પરંતુ 17 વધુ કાયદા છે, જે સંસદમાં લાવવામાં આવશે, તે પણ અમારા મુદ્દા છે.

ખેડૂત સંગઠનોએ રવિવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની સાથે એમએસપીની બાંયધરી આપતો કાયદો અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાની ધરપકડ સહિત અન્ય છ માંગણીઓ પર તેમની સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે. ટિકૈતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શેરડીના પાકની ચુકવણી ખેડૂતોને કરવાની બાકી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કોઈ ખરીદી MSP પર કરવામાં આવતી નથી.

 

આ પણ વાંચો : પંજાબમાં કેજરીવાલે કહ્યું- કોંગ્રેસના 25 ધારાસભ્યો અને ત્રણ સાંસદ AAPમાં જોડાવા તૈયાર, પરંતુ અમારે તેમનો કચરો નથી જોઈતો

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Next Article