Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી

|

Oct 11, 2021 | 4:09 PM

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી
Rakesh Tikait

Follow us on

ઉત્તર પ્રદેશમાં લખીમપુર હિંસા (Lakhimpur Khiri Violence) કેસમાં થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) 12 ઓક્ટોબર એટલે કે મંગળવારે લખીમપુર જશે.

રાકેશ ટિકૈત ઘટના સ્થળ તિકુનિયા ગામમાં યોજાનારી શોક સભામાં હાજરી આપશે. રાકેશ ટિકૈત તિકુનિયા પહોંચવા માટે નીકળી ગયા છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ખેડૂત નેતાઓ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ ન કરવા અંગે પણ મોટી જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેમના સાંસદની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સોમવારે કોર્ટ આશિષ મિશ્રાને પોલીસ કસ્ટડીમાં સોંપવા માંગતી પોલીસની અરજી પર સુનાવણી કરવાની છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’
બીજી તરફ, રવિવારે વિપક્ષી પાર્ટીઓએ લખીમપુરની ઘટનાને લઈને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગ ઉઠાવી હતી. રવિવારે વારાણસીમાં એક રેલીમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રાને બરતરફ કરવાની માગણી કરતા કહ્યું કે, ‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’. અમે ત્યા સુધી ચૂપ નહીં બેસીએ જ્યા સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. ભાજપના કાર્યકરોને લઈ જઈ રહેલા વાહનો દ્વારા કથિત રીતે ટક્કર માર્યા બાદ ખેડૂતો મૃત્યુ પામ્યા હતા, જેના પગલે આ વાહનોમાં રહેલા કેટલાક લોકોને ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત રીતે માર માર્યા હતા. જે બાદ પોલીસે શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની લખીમપુર ઘટના સંદર્ભે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ

Published On - 3:50 pm, Mon, 11 October 21

Next Article