ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ (Ram Mandir Construction) હેઠળ ચાલી રહેલા પ્લિન્થ કાર્યના અંતિમ તબક્કાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે આ માહિતી સાર્વજનિક કરવામાં આવી છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લીન્થનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ડ્રોન કેમેરા વડે લીધેલી જન્મભૂમિ પર મંદિર નિર્માણની તસવીરો ભવિષ્યમાં તૈયાર થનાર ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું કદ દર્શાવે છે.
આ સાથે આગામી સમયમાં રામ જન્મભૂમિ ન્યાસ વર્કશોપમાં કોતરવામાં આવેલા પથ્થરો પણ જન્મભૂમિ સંકુલમાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. હવે જન્મભૂમિ સંકુલમાં રાજસ્થાનના જયપુરથી કોતરેલા પથ્થરો લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં, જયપુરના બંસી પહાડપુરમાં મંદિર નિર્માણ કાર્યશાળામાં કોતરેલા પથ્થરો લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
કોતરેલા પથ્થરોને પહેલા રામ જન્મભૂમિ સંકુલમાં એકત્ર કરવામાં આવશે, ત્યારબાદ જન્મભૂમિ સંકુલમાં સ્થાપિત લિફ્ટર ક્રેન્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે. રામ જન્મભૂમિ સંકુલમાં 4 ટાવર ક્રેન્સ લગાવવામાં આવી છે. બીજી તરફ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો દાવો છે કે ડિસેમ્બર 2023 સુધીમાં રામજન્મભૂમિમાં પહેલા માળનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ સાથે ગર્ભગૃહમાં વિધિવત પૂજા કર્યા બાદ રામલલાની સ્થાપના પણ કરવામાં આવશે.
મંદિરના નિર્માણ માટે 20 ફૂટ ઉંચો પ્લિન્થ બનાવવામાં આવી રહી છે. તેની ઉપર મંદિરના સ્તંભો સ્થાપિત કરવામાં આવશે. હવે પ્લીન્થ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તેણે ટ્વીટ કરીને તેની તસવીરો શેર કરી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શ્રી રામ ભક્તોને વચન આપ્યું છે કે વર્ષ 2023માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. તેમજ અયોધ્યા ધામમાં આવનારા ભક્તો રામલલાના દર્શન તેમના મંદિરમાં જ કરી શકશે. સાથે જ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં કામ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મે અને જૂન મહિના બાદ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય.
આ પણ વાંચો : WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે
આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશમાં સૂર્યમુખી તેલના પુરવઠામાં 25% ઘટાડો થવાનો અંદાજ