Rahul Gandhi On China: ચીને આપણી કેટલીક જમીન પર કબજો કર્યો, રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો જવાબ

|

Jun 01, 2023 | 12:39 PM

ભારતીય વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ભારત-ચીન સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલને એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થતા જોઈ રહ્યા છો.

Rahul Gandhi On China: ચીને આપણી કેટલીક જમીન પર કબજો કર્યો, રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો જવાબ
Rahul Gandhi

Follow us on

USA: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે આજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલે (Rahul Gandhi) કહ્યું કે જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની સદસ્યતા રદ કરવામાં આવશે. પરંતુ એ પણ ખુશીની વાત છે કે મને લોકોની સેવા કરવાનો અને મળવાનો મોકો મળ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ભારત-ચીન સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલને એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થતા જોઈ રહ્યા છો.

સરહદ પર શાંતિ નહીં થાય ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે

વિદ્યાર્થીને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ બહુ મુશ્કેલ છે. મારો મતલબ છે કે ચીને આપણા કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે. રાહુલે ચીનના મુદ્દે ઘણી વખત ભારતમાં કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમના નિવેદન પર વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે બંને દેશોના હઠીલા વલણથી સારા સંબંધોની આશા ન રાખી શકો. જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ઘાતક અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવ હેઠળ આવ્યા હતા. ભારતે કહ્યું કે જ્યાં સુધી સરહદ પર શાંતિ નહીં થાય ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભારતની નીતિનું સમર્થન કર્યું

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નીતિનું સમર્થન કર્યું છે. ગાંધીએ કહ્યું કે પશ્ચિમી દેશોના દબાણ પછી પણ હું રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાના ભારતના નિર્ણયનું સમર્થન કરું છું. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના સ્ટેન્ડને કેવી રીતે જુઓ છો? જેના જવાબમાં રાહુલે કહ્યું કે રશિયા સાથે આપણા જૂના સંબંધો છે. આપણે રશિયા પર કેટલીક નિર્ભરતા ધરાવીએ છીએ. એટલા માટે મારું સ્ટેન્ડ ભારત સરકાર સાથે છે.

આ પણ વાંચો : Breaking News: મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે

125 લોકોથી લાખો લોકો સુધી પહોંચ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે 125 લોકો સાથે શરૂ થયેલી યાત્રા લાખો સુધી પહોંચી. ઘણા લોકોએ પૂછ્યું કે આ પ્રવાસમાંથી શું શીખવા મળ્યું. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. અમે લોકોને એગ્રીકલ્ચરથી લઈને હેલ્થકેરથી લઈને એજ્યુકેશન સુધીની દરેક બાબતો વિશે જણાવ્યું. આપણા દેશમાં રાજકારણ અને સામાન્ય લોકો વચ્ચે બહુ મોટું અંતર છે. તેમણે કહ્યું કે પોલીસ, મીડિયા, સોશિયલ મીડિયા, સંસ્થાઓ તમામ સરકાર સાથે છે. તેમની પાસે શક્તિ હતી, બળ હતું, પરંતુ અમને રોકી શક્યા નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article