ઉત્તર પ્રદેશના લખનઉ(Lucknow )થી અલ કાયદા(Al Qaeda) સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ થયા બાદ અત્યાર સુધીમાં 12 થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. યુપી એટીએસે(ATS) શકમંદો પાસેથી ઘણા નકશા મળ્યા છે. જેમાં રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોની સાથે કાશી અને મથુરાના નકશા પણ શામેલ છે. આ ઉપરાંત એટીએસના હાથમાં આ લોકોની વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ પણ આવી છે. તેમજ ગોરખપુરનો નકશો પણ મળી આવ્યો છે.
આ કેસમાં યુપીના 12 શકમંદોને કસ્ટડીમાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપી એટીએસની ટીમ ધરપકડ કરાયેલા આતંકી મિનહાજના પાડોશી શાહિદની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ તેના ગેરેજ પર પણ દરોડા પાડ્યા છે. પરંતુ શાહિદ ત્યાં મળ્યો ન હતો.
ગેરેજમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નથી થતી
શાહિદની પત્ની રઝિયાએ ટીવી નાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગેરેજ શાહિદનું છે. અહીં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી નથી. જ્યારે શાહિદ ત્યાં મળ્યો ન હતો ત્યારે તેની પત્નીએ કહ્યું કે તે કામથી બહાર ગયા છે. ગેરેજમાં રાખેલા તમામ વાહનો પણ તેના પોતાના છે. આની સાથે તેમણે કહ્યું હતું કે તેમને મિનહાજ સાથે કોઈ લેવાદેવા નથી.શાહિદની પત્નીએ કહ્યું કે મિનહાજ ખૂબ સીધા દેખાતા હતા. તે માત્ર પોતાના કામથી કામ રાખતો હતો. તેનું આતંકવાદી જોડાણ સામે આવ્યા બાદ તે ખૂબ જ પરેશાન છે.
ભારતમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, લખનઉના કાકોરી વિસ્તારમાં એટીએસના લાંબા સર્ચ ઓપરેશન બાદ રવિવારે અલ કાયદાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. અલ કાયદાના અંસાર ગઝવાતુલ હિંદ સાથે જોડાયેલા આતંકવાદીઓ મિનહાજ અહેમદ અને મસિરુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ આતંકવાદીઓ 15 ઓગસ્ટે ભારતમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એટીએસે શાહિદના ગેરેજ પર દરોડા પાડ્યા
લખનૌ એટીએસને સમાચાર મળ્યા હતા કે આતંકવાદીઓ ગેરેજમાં છુપાયેલા છે. જેની બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બે આતંકવાદીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે 5 હજુ ફરાર હોવાનું જણાવાયું છે. એટીએસને આતંકવાદીઓ મોટી સંખ્યામાં બોમ્બ અને દારૂગોળો લાવ્યા સમાચાર મળ્યા હતા. જેના પછી સાવચેતી રૂપે 500 મીટરની ત્રિજ્યામાં બનેલા 3 ઘરને એટીએસ દ્વારા ખાલી કરાવ્યા હતા. તેની બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તેની બાદ શાહીદના ગેરેજ પર પણ દરોડા પાડ્યા હતા.
Published On - 4:20 pm, Mon, 12 July 21