UP Assembly Election 2022: પુર્વાંચલ અને બુંદેલખંડ બાદ Congressને પશ્ચિમ યુપીમાં ઝટકો, બે જાટ નેતાઓએ પાર્ટી છોડી

|

Oct 20, 2021 | 7:19 AM

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા જાટ નેતા અને યુપી કોંગ્રેસના પ્રભારી, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ના સલાહકાર અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિકે (Pankaj Malik) અને હરેન્દ્ર માલિકે રાજીનામું આપ્યું છે

UP Assembly Election 2022: પુર્વાંચલ અને બુંદેલખંડ બાદ Congressને પશ્ચિમ યુપીમાં ઝટકો, બે જાટ નેતાઓએ પાર્ટી છોડી
Priyanka Gandhi

Follow us on

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ને રાજ્યમાં મોટો ઝટકો લાગ્યો છે. જોકે પાર્ટીને પૂર્વાંચલ અને બુંદેલખંડમાં પહેલેથી જ મોટો આંચકો લાગ્યો છે અને ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયા છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા જાટ નેતા અને યુપી કોંગ્રેસના પ્રભારી, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ના સલાહકાર અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિકે (Pankaj Malik) અને હરેન્દ્ર માલિકે રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ સાઇકલની સવારી કરી શકે છે એટલે કે સમાજવાદી પાર્ટીમાં જોડાય શકે છે.

મંગળવારે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનૌમાં યુપી વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને મોટી જાહેરાત કરી રહ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો, જે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના મજબૂત નેતા અને પ્રિયંકા ગાંધીના સલાહકાર ગણાતા હરેન્દ્ર મલિકે (Harendra Malik) નીતિઓ અને ઉપેક્ષાના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સાથે તેમના પુત્ર અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિકે પણ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી પહેલા પાર્ટી માટે આ એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસને અપેક્ષા
કારણ કે ખેડૂતોના આંદોલનને કારણે કોંગ્રેસને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લાભ મળવાની અપેક્ષા હતી. એવું માનવામાં આવે છે કે હરેન્દ્ર મલિક અને તેનો પુત્ર પંકજ મલિક સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. તેને કોંગ્રેસ માટે મોટો રાજકીય આંચકો પણ કહેવામાં આવી રહ્યો છે કારણ કે 15 ઓક્ટોબરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઉત્તર પ્રદેશ માટે ચૂંટણી વ્યૂહરચના અને આયોજન સમિતિની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં પંકજ મલિકને સ્થાન આપવામાં આવ્યું હતું.

પાર્ટીને પૂર્વાંચલથી બુંદેલખંડ સુધી આંચકો મળ્યો
થોડા દિવસ પહેલા પૂર્વાંચલમાં કોંગ્રેસના મોટા નેતાઓમાંના એક લલિતેશ ત્રિપાઠીએ પણ પાર્ટીને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા હતા. તે જ સમયે, બનારસ અને મિર્ઝાપુરના ઘણા નેતાઓએ પાર્ટીને અલવિદા કહ્યું હતું. આ સાથે, ચાર દિવસ પહેલા સાંસદ રહેલા રાજારામ પાલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સપામાં જોડાયા છે. જ્યારે બુંદેલખંડમાં કોંગ્રેસના નેતા અને પ્રિયંકા ગાંધીની સલાહકાર ટીમના સભ્ય વિનોદ ચતુર્વેદીએ પણ કોંગ્રેસને બાય કહીને ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીના યુપી મિશનને મોટો ફટકો આપ્યો છે.

આ પણ વાંચો: મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ – ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 20 ઓક્ટોબર: ગુસ્સા પર કંટ્રોલ રાખો નહીં તો કામ બગડી શકે, વિવાહિત જીવન સારું રહેશે

Next Article