કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના CEOને લખ્યો પત્ર, લગાવ્યા આ આરોપ

|

Sep 19, 2020 | 2:59 PM

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો છે. તેમને ફેસબુકને લઈ હાલમાં ચાલી રહેલા વિવાદ પર આ પત્ર લખ્યો છે. ઈલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે લખ્યું કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા ફેસબુક ઈન્ડિયા મેનેજમેન્ટે દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોના પેજ ડિલીટ કરી દીધા. એટલું જ તેમની રિચ પણ ઓછી કરી દીધી. […]

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના CEOને લખ્યો પત્ર, લગાવ્યા આ આરોપ

Follow us on

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો છે. તેમને ફેસબુકને લઈ હાલમાં ચાલી રહેલા વિવાદ પર આ પત્ર લખ્યો છે. ઈલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે લખ્યું કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા ફેસબુક ઈન્ડિયા મેનેજમેન્ટે દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોના પેજ ડિલીટ કરી દીધા. એટલું જ તેમની રિચ પણ ઓછી કરી દીધી. ફેસબુકને સંતુલિત અને નિષ્પક્ષ હોવુ જોઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમને પત્ર દ્વારા કહ્યું કે ફેસબુક ઈન્ડિયા ટીમમાં ઘણા વરિષ્ઠ અધિકારી એક વિશેષ રાજકીય વિચારધારાના સમર્થક છે. ફેસબુકના કર્મચારી વડાપ્રધાન મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પ્રત્યે અપશબ્દ કહે છે. ચિઠ્ઠીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીમાંથી કેટલીક પસંદગીની વસ્તુઓ લીક કરવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક અને વોટસએપ પર ગંભીર આરોપ લગાવતા તેની પર એક્શનની માગ કરી છે. રાહુલ ગાંધીએ એક અહેવાલના હવાલાથી કહ્યું છે કે ફેસબુકે જાણી જોઈને ચૂંટણી પ્રચારમાં ભાજપનો સાથ આપ્યો હતો, જે લોકતંત્ર માટે ખતરો છે. રાહુલ ગાંધીએ આ મામલે તપાસની માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:14 pm, Tue, 1 September 20

Next Article