દિલ્હીની જનતાના પૈસા લૂંટ્યા, દારૂ માફિયાઓને અમીર બનાવ્યા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સીએમ કેજરીવાલ પર કર્યા પ્રહાર

|

Jul 23, 2022 | 1:09 PM

કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક રાજકીય પક્ષો આમ આદમી પાર્ટીની (AAP) સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) પણ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

દિલ્હીની જનતાના પૈસા લૂંટ્યા, દારૂ માફિયાઓને અમીર બનાવ્યા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સીએમ કેજરીવાલ પર કર્યા પ્રહાર
Anurag Thakur
Image Credit source: Image Credit Source: File Photo

Follow us on

દિલ્હી સરકારની આબકારી નીતિ (2021-22)ની તપાસ સીબીઆઈને (CBI) સોંપવાની લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણને લઈને હોબાળો થયો છે. કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક રાજકીય પક્ષો આમ આદમી પાર્ટીની (AAP) સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) પણ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) આગેવાની હેઠળની AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ભ્રષ્ટાચારના આરોપો પર CBI તપાસ માટે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે અને અરવિંદ કેજરીવાલ આટલા મોટા મામલામાં મૌન છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમના નાક નીચે તેમના લોકોએ મળીને મોટું કૌભાંડ કર્યું છે.

અનુરાગ ઠાકુરે કહ્યું, કેજરીવાલજીએ દિલ્હીની જનતાના પૈસા લૂંટ્યા. દારૂ માફિયાઓને અમીર બનાવ્યા અને આફતના સમયે ગરીબ લોકો દિલ્હી છોડીને જતા રહ્યા હતા. તમારી સરકાર તે સમયે પણ દારૂ માફિયાઓને પૈસા આપવાની વાત કરતી હતી. તેમણે વધુમાં કહ્યું, સત્યેન્દ્ર જૈન (દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી) જીને હજુ સુધી જામીન મળ્યા નથી. તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે તે જેલમાં પણ ગયા હતા. જેલમાં જતાની સાથે જ તેની યાદશક્તિ ખોવાઈ ગઈ હતી. શું મનીષ સિસોદિયાજીની યાદશક્તિ પણ ખોવાઈ જશે?

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

 

કેજરીવાલના મૌનમાં કૌભાંડ પ્રતિબિંબિત થાય છે

કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું, તમારા ભ્રષ્ટાચાર મંત્રી (મનીષ સિસોદિયા)એ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. અરવિંદ કેજરીવાલ જેવા ભ્રષ્ટ વ્યક્તિને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અનુરાગ ઠાકુરે કહ્યું, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો પર CBI તપાસ માટે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો અને કેજરીવાલ તેના પર મૌન રહ્યા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારા નાક નીચે તમારા લોકોએ મળીને કૌભાંડ કર્યું છે.

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આબકારી નીતિ (2021-22)માં નિયમો અને પ્રક્રિયાના ઉલ્લંઘનના આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ કરીને આદમી પાર્ટી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. જો કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના નાયબ મુખ્યપ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયાનો બચાવ કર્યો છે અને તેમને પ્રામાણિક ગણાવ્યા છે. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે થોડા દિવસોમાં સિસોદિયાની નકલી ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ પણ થઈ શકે છે.

Published On - 1:09 pm, Sat, 23 July 22

Next Article