રાજ્ય ગૃહપ્રધાનોની ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જાણો શું છે હેતુ

ચિંતન શિબિરમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોનું આધુનિકીકરણ, આઈ.ટીના વધતા ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

રાજ્ય ગૃહપ્રધાનોની ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જાણો શું છે હેતુ
HM Amit Shah
Image Credit source: PTI
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:41 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) રાજ્યોના ગૃહ પ્રધાનોની ‘ચિંતન શિબિર’ની બે બેઠકોની અધ્યક્ષતા કરશે. આ બેઠક 27 અને 28 ઓક્ટોબર 2022ના રોજ હરિયાણાના સૂરજકુંડ ખાતે યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 28 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધિત કરશે. ચિંતન શિવિરમાં રાજ્યોના ગૃહ મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકો ભાગ લેશે. આ કેમ્પમાં રાજ્યોના ડીજીપી અને હોમ સેક્રેટરી પણ ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ “વિઝન 2047” અને પંચ પ્રાણના અમલીકરણ માટેની યોજના તૈયાર કરવાનો છે.

ચિંતન શિબિરમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોનું આધુનિકીકરણ, આઈ.ટીના વધતા ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરમાં દેશમાં મહિલાઓની સુરક્ષા અને તેમના માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

7-8 સત્ર યોજાશે

ચિંતન શિબિરનો ઉદ્દેશ ઉપરોક્ત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય નીતિ ઘડતર અને બહેતર આયોજન અને સંકલનને સરળ બનાવવાનો પણ છે. ગૃહમંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરમાં સાતથી આઠ સત્રો થશે. કેમ્પના પ્રથમ દિવસે હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન, એનિમી પ્રોપર્ટી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે સાયબર સિક્યોરિટી, ડ્રગ હેરફેર, મહિલા સુરક્ષા અને બોર્ડર મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

બેઠકમાં સેફ સિટી પ્રોજેક્ટ, 112-સિંગલ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, જિલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમો, પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક અને માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખ કાર્ડ જેવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે નિવેદન આપશે. બેઠકમાં સાત અને આઠ રાજ્યો સુરક્ષા મુદ્દે પ્રેઝન્ટેશન આપશે.

વિવિધ વિષયો પરના સત્રોનો હેતુ આ મુદ્દાઓ પર રાજ્ય સરકારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને તેની ખાતરી કરવાનો છે. ખાસ વાત એ છે કે ઘણા રાજ્યોના ગૃહમંત્રી ત્યાંના મુખ્યમંત્રી છે તો દેશના મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ આ ચિંતન શિબિરમાં સામેલ થશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આ બેઠકમાં ભાગ લેશે કે કેમ તેના પર સૌની નજર રહેશે. છેલ્લી બંગાળની ચૂંટણી પછી ગૃહમંત્રી અમિત શાહની બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈ થઈ નથી. 27 ઓક્ટોબરે ચિંતન રેલી પહેલા ગૃહમંત્રી ફરીદાબાદમાં જ યોજાનાર અન્ય એક કાર્યક્રમમાં શિલાન્યાસ અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ગૃહમંત્રી શહેરના હુડા મેદાન ખાતે રેલીને સંબોધશે.