Union Budget 2021: કરદાતાઓમાં નિરાશા, કોરોના બાદ ટેક્સનો માર યથાવત

|

Feb 01, 2021 | 2:41 PM

Union Budget 2021-22: કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે આજે નવું બજેટ જાહેર કર્યુ છે સાથે જ ટેક્સમાં રાહત મળવાની લોકોની આશા પર પાણી ફરી ગયુ છે.

Union Budget 2021: કરદાતાઓમાં નિરાશા, કોરોના બાદ ટેક્સનો માર યથાવત

Follow us on

Union Budget 2021-22: કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે આજે નવું બજેટ જાહેર કર્યુ છે સાથે જ ટેક્સમાં રાહત મળવાની લોકોની આશા પર પાણી ફરી ગયુ છે. વર્ષ 2021-22ના બજેટમાં સામાન્ય માણસને કોઈ રાહત મળી નથી. કોરોના મહામારીમાં લોકડાઉનના લીધે નોકરી, વેપાર ધંધામાં લોકોને મોટા પ્રમાણમાં નુક્શાન ગયુ છે, જેથી તમામ લોકોની નજર આ વર્ષના બજેટ પર હતી. લોકોને આશા હતી કે સરકાર આ વર્ષ માટે કરદાતાઓને રાહત આપશે. પરંતુ ગત વર્ષના ટેક્સ સ્લેબમાં હાલ કોઈ બદ્લાવ કરવામાં આવ્યો નથી એટલે કે ગત વર્ષના કરના દર આ વર્ષે પણ યથાવત રહેશે. નિર્મલા સિતારમણે જણાવ્યુ કે સરકાર કર દાતાઓને રાહત આપવાના પ્રયાસ કરી રહી છે, માટે જ સિનીયર સિટીઝનોને ટેક્સમાં રાહત આપી છે.

 

75 વર્ષથી વધુ ઉંમરના તમામ પેન્શન ધારકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી છૂટ આપી છે, આ સિવાય નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવની જાહેરાત કરી નથી. આ વર્ષે રજૂ થનાર બજેટ 34.83 લાખનું છે અને નિર્મલા સિતારમણે જણાવ્યુ કે નાણાકીય વર્ષમાં GDPમાં 6.5 ટકાનો ઘટાડો થવાનો અનુમાન છે, સાથે જ તેમણે જણાવ્યુ કે 2014માં 3.3 કરોડ જેટલા લોકોએ ટેક્સ ભર્યો હતો. જેની સામે 2020માં 6.48 કરોડ લોકોએ ટેક્સ ભર્યો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Income Tax Slab 2021-22

Rs 2.5 લાખથી Rs 5 લાખ વચ્ચેની આવક પર  5%

Rs 5 લાખથી Rs 7.5 લાખ વચ્ચેની આવક પર   10%

Rs 7.5 લાખ થી 10 લાખ વચ્ચેની આવક પર   15%

Rs 10 લાખ થી 12.5 લાખ વચ્ચેની આવક પર 20%

Rs 12.5 લાખ થી 15 લાખ વચ્ચેની આવક પર  25%

Rs 15 લાખ થી વધુ આવક પર  30%

 

આ પણ વાંચો: BUDGET 2021: બજેટ બાદ SENSEXમાં 2,000 અને NIFTYમાં 563 અંક સુધીનો ઉછાળો નોંધાયો

Next Article