‘ભારત ગૌરવ’ યોજના હેઠળ રેલવે વિભાગ હવે ટ્રેનો ભાડે આપશે, ખાનગી કંપનીઓ લીઝ પર કોચ લઈ શકશે

|

Nov 28, 2021 | 7:40 PM

પર્યટન આધારિત થીમ માટે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે 'ભારત ગૌરવ' નીતિ જાહેર કરેલી છે. જેેના હેઠળ પ્રોફેશનલ ટૂર ઓપરેટર્સને ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની તક મળશે, જેમાં તેઓ એક એસી, 2AC, 3AC, સ્લીપર અને ચેર કાર સહિત 14થી 20 ટ્રેનો ભાડે લઇ શકે છે.

1 / 5
પૂર્વ રેલવે ભારતના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે 'ભારત ગૌરવ' યોજના હેઠળ રેલવે કોચને યાત્રા અને પ્રવાસન ક્ષેત્ર માટે ભાડે આપવા તૈયાર છે. પૂર્વ રેલવેના જનરલ મેનેજર અરુણ અરોરાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ રેલવેનું ખાનગીકરણ નથી. આનાથી પ્રવાસીઓને કોઈપણ મુશ્કેલી વિના એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી રહેશે.

2 / 5

પૂર્વ રેલવેના જનરલ મેનેજર અરુણ અરોરાએ જણાવ્યું હતું કે "ભારતીય રેલવેની આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય લોકોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને દેશના ભવ્ય ઐતિહાસિક સ્થળો બતાવવાનો છે." તેમણે કહ્યું કે પૂર્વ રેલવેએ ખાનગી ઓપરેટરોને ટેકો આપવા માટે યોજના બનાવી છે. પૂર્વ રેલવે રૂટ અને સ્થાનોના આયોજન, ટ્રેન સંચાલન, જાળવણી અને સમયની પાબંદી માટે સહાય પૂરી પાડશે.

3 / 5
સર્વિસ કંપનીઓને પ્રવાસીઓને પેકેજ આપવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં રેલવે દ્વારા મુસાફરી, રહેઠાણ અને પ્રવાસન સ્થળોની મુલાકાતનો સમાવેશ થશે. જનરલ મેનેજરે જણાવ્યું કે ઓપરેટર તેમની પાસેથી નવો કોચ પણ ખરીદી શકે છે. રેલવેના ધોરણો અનુસાર ટ્રેનની ડિઝાઈનિંગ અને આંતરિક સુશોભનની મંજૂરી આપવામાં આવશે. ટ્રેનની અંદર અને બહાર બંને જગ્યાએ જાહેરાતની મંજૂરી આપવામાં આવશે. દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 180થી વધુ થીમ આધારિત ટ્રેનો ચલાવવાની યોજના છે. આ અંતર્ગત ટ્રેનો લીઝ પર આપવામાં આવશે.

4 / 5
પૂર્વ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રવાસન આધારિત થીમ માટે રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ દ્વારા જાહેર કરાયેલ 'ભારત ગૌરવ' નીતિ હેઠળ વ્યાવસાયિક ટૂર ઓપરેટર્સને ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની તક મળશે. જેમાં તેઓ એક AC, 2AC, 3AC, 3ACમાં દોડાવી શકશે. સ્લીપર અને ચેર કાર સહિત ટ્રેનના 14થી 20 ડબ્બા લીઝ પર લઈ શકાય છે. સરકારનું માનવું છે કે તેનાથી દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, વિદેશી પ્રવાસીઓ પણ ભારત તરફ આકર્ષિત થશે.

5 / 5
જે ટ્રેન ભાડે આપવામાં આવશે તે ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવશે. આ માટે રેલવેએ 3000થી વધુ કોચ તૈયાર કર્યા છે. ટૂર ઓપરેટર્સ અથવા ખાનગી કંપનીઓ આ કોચને લીઝ પર લઈ શકશે. સરકાર દ્વારા આ માટે એક નિશ્ચિત ભાડું નક્કી કરવામાં આવશે, ત્યારબાદ કોચ લઈ શકાશે. જો કે આ કોચનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે નહીં. આ માટે સરકાર થીમ આધારિત સર્કિટ નક્કી કરશે, જે રૂટ પર આ કોચ ટ્રેનોમાં લગાવવામાં આવશે અને તેમાં માત્ર પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.
 
(નોંધઃ તમામ તસવીરો સાંકેતિક છે.)

જે ટ્રેન ભાડે આપવામાં આવશે તે ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવશે. આ માટે રેલવેએ 3000થી વધુ કોચ તૈયાર કર્યા છે. ટૂર ઓપરેટર્સ અથવા ખાનગી કંપનીઓ આ કોચને લીઝ પર લઈ શકશે. સરકાર દ્વારા આ માટે એક નિશ્ચિત ભાડું નક્કી કરવામાં આવશે, ત્યારબાદ કોચ લઈ શકાશે. જો કે આ કોચનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે નહીં. આ માટે સરકાર થીમ આધારિત સર્કિટ નક્કી કરશે, જે રૂટ પર આ કોચ ટ્રેનોમાં લગાવવામાં આવશે અને તેમાં માત્ર પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે. (નોંધઃ તમામ તસવીરો સાંકેતિક છે.)

Next Photo Gallery