અમેરિકા દ્વારા ચીનના જાસૂસ બલૂનને તોડી પાડવામાં આવ્યા બાદ હિમાચલ પ્રદેશના શિમલામાં આકાશમાં કેટલીક શંકાસ્પદ વસ્તુ ઉડતી જોવા મળી હતી. જેનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હિમાચલ પ્રદેશના શિમલામાં 5 ફેબ્રુઆરીએ સાંજે 6.29 કલાકે એક શંકાસ્પદ ઉડતી વસ્તુ જોવા મળી હતી.
આ વીડિયો એક મહિલા પત્રકારે શેર કર્યો છે. તેણે કહ્યું કે શિમલાના આકાશમાં ઉડતી આ શંકાસ્પદ વસ્તુને તેની પુત્રીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. જો કે,વાયરલ વીડિયો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Chinese UFO / balloon seen at shimla HP India on 5th Feb , 6.29 pm , captured by my daughter Aprajita while evening walk . pic.twitter.com/xW14uZpVoq
— Dr Rrachna Gupta (@Himachalkibeti) February 13, 2023
જાસૂસ બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એક અહેવાલ મુજબ, અમેરિકાએ ચીનના જાસૂસ બલૂનને દરિયામાં તોડી પાડ્યું છે. હવે જાસૂસ બલૂનનો કાટમાળ એકઠો કરવામાં આવી રહ્યો છે. એક શંકાસ્પદ ચીની જાસૂસ બલૂનને શનિવારે ઉત્તર અમેરિકામાં સંવેદનશીલ લશ્કરી સ્થળો પરથી પસાર થયા બાદ કેરોલિના કિનારેથી તેને નીચે ઉતારવામાં આવ્યું હતું.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, યુએસ સેનાએ કેરોલિનાસના દરિયાકાંઠે ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મોન્ટાનાના આકાશમાં બલૂન પ્રથમ વખત જોવા મળ્યુ હતુ. બલૂનને નીચે ઉતારવામાં આવે તે પહેલાં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ઉત્તર કેરોલિનામાં વિલ્મિંગ્ટન, દક્ષિણ કેરોલિનામાં ચાર્લસ્ટન અને દક્ષિણ કેરોલિનામાં મર્ટલ બીચના એરપોર્ટ માટે ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કર્યું હતું. એટલે કે અહીંની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ ગઈ હતી. ટોચના સૈન્ય અધિકારીઓએ બલૂનને નીચે ઉતારવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી, કારણ કે કથિત જાસૂસી બલૂનનો કાટમાળ જમીન પરના લોકો અને સંપત્તિ માટે જોખમ ઊભું કરી શકે છે.
Published On - 12:06 pm, Tue, 14 February 23