જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળો સાથે રાતોરાત બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે રવિવારે આ જાણકારી આપી. આ અંગે કાશ્મીરના આઈજીપી વિજય કુમારે (IGP Vijay Kumar) કહ્યું છે કે 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાંથી 8 કુખ્યાત હતા. અમારા ઓપરેશન પછી, તેમની સંસ્થામાં યુવાનોની ભરતી ઓછી થશે, તેનાથી શાંતિ જળવાઈ રહેશે. ઝાહિદ વાની 2017 થી સક્રિય હતો અને ઘણા IED હુમલાઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો.
કાશ્મીર ઘાટીના પુલવામા અને બડગામ જિલ્લામાં શનિવારે રાત્રે આ એન્કાઉન્ટર થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા. જ્યારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફ વિસ્તારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેણે જણાવ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
05 #terrorists of #Pakistan sponsored proscribed #terror outfits LeT & JeM killed in dual #encounters in last 12 hours. JeM commander terrorist Zahid Wani & a Pakistani terrorist among the killed. Big #success for us: IGP Kashmir@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) January 30, 2022
બડગામમાં રાત્રે 10 વાગ્યે CRPF અને પોલીસના સંયુક્ત પેટ્રોલિંગે તિલસર, ચરાર-એ-શરીફમાં શોધખોળ શરૂ કરી કે તરત જ એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ પછી જવાનોએ પોતાને બચાવતા જવાબી કાર્યવાહી કરી. એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી પણ મળી છે. મધરાત બાદ સુરક્ષાદળોએ ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. તેના કબજામાંથી એક AK-56 રાઈફલ પણ મળી આવી છે.
તેમણે જણાવ્યું કે ચરાર-એ-શરીફમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો. એન્કાઉન્ટર સ્થળ પરથી ગુનામાં વપરાયેલી સામગ્રી મળી આવી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઝાહિદ વાની સહિત પાંચ આતંકવાદીઓને મારી નાખવું એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.
તેમણે ટ્વીટ કર્યું, ‘પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ છેલ્લા 12 કલાકમાં બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. મૃતકોમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે. તે અમારા માટે મોટી સફળતા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –