રસ્તે ઊભેલી ધોરણ 12ની વિદ્યાર્થિની પર બે વ્યક્તિએ ફેક્યું એસિડ, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ, જુઓ CCTV ફૂટેજ

દિલ્લીના દ્રારકા વિસ્તારમાં, બે બાઈક ઉપર આવેલ બે વ્યક્તિ પૈકી પાછળ બેઠેલા યુવાને, ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની ઉપર એસિડ ફેકીને ભાગી ગયા હતા. વિદ્યાર્થિની ઉપર એસિડ ફેકવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કંડારાઈ ગઈ છે. જો કે વિદ્યાર્થિનીને સારવારઅર્થે દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રસ્તે ઊભેલી ધોરણ 12ની વિદ્યાર્થિની પર બે વ્યક્તિએ ફેક્યું એસિડ, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ, જુઓ CCTV ફૂટેજ
Two persons threw acid on a class 12 student
Image Credit source: cctv
| Edited By: | Updated on: Dec 14, 2022 | 1:07 PM

દિલ્લીના દ્રારકા વિસ્તારમાં, બે બાઈક ઉપર આવેલ બે વ્યક્તિ પૈકી પાછળ બેઠેલા યુવાને, ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની ઉપર એસિડ ફેકીને ભાગી ગયા હતા. એસિડ નાખવાની ઘટના આજે બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. એસિડ ફેકવાથી દાઝી ગયેલ વિદ્યાર્થિનીને પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તેની હાલત જોઈને ડોક્ટરોએ વિદ્યાર્થિનીને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરી હતી. વિદ્યાર્થિની ઉપર એસિડ ફેકવાની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. દિલ્લી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દિલ્લી પોલીસે એક છોકરાની અટકાયત કરી છે. એસિડ ફેંકનાર બંને બાઇક સવાર યુવાનો વિદ્યાર્થિનીને ઓળખતા હોવાનું પોલીસનું કહેવુ છે.

જુઓ CCTV ફૂટેજ

દિલ્લી પોલીસના જણાવ્યાનુંસાર, દ્રારકાના પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક વિદ્યાર્થિની પર એસિડ ફેંકવાના બનાવ અંગે અંદાજે સવારે 9 વાગ્યે પીસીઆરને કોલ મળ્યો હતો. ઘટનાની જાણકારી આપનારે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે સવારે 7:30 વાગ્યે બાઇક પર આવેલા બે છોકરાઓએ એક છોકરી પર એસિડ ફેંક્યો હતો. જેના પર એસિડ ફેકવામાં આવ્યો છે તે વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કર છે. ઘટના સમયે વિદ્યાર્થિની તેની નાની બહેન સાથે હતી. નાની બહેને જણાવ્યું કે બે બાઇક સવાર છોકરાઓને તે ઓળખે છે. જેના આધારે એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ એસિડ ક્યાંથી ખરીદ્યું હતું. અને એસિડ કેમ ફેકવામાં આવ્યું હતું.

બીજી તરફ, દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને, સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્વાતિ માલીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, “દ્વારકા વિસ્તારમાં સ્કૂલની એક છોકરી પર એસિડ ફેંકવામાં આવ્યુ છે. પીડિતની મદદ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી રહી છે. દીકરીને ન્યાય મળશે. દિલ્લી મહિલા આયોગ દેશમાં એસિડ ઉપર પ્રતિબંધ લગાવવા માટે વર્ષોથી લડત ચલાવી રહ્યું છે. સરકારો ક્યારે જાગશે ? સ્વાતિ માલીવાલે કહ્યું કે અમે દિલ્લી પોલીસને નોટિસ આપી રહ્યા છીએ અને આ બંને છોકરાઓની તાત્કાલિક ધરપકડ કરવા જણાવ્યું છે.