Naxal Attack: 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહેલા બે નક્સલવાદીઓની ધરપકડ, નોટ બદલવાને કારણે નક્સલી અભિયાન મુશ્કેલીમાં

|

May 27, 2023 | 6:54 PM

નોટબંધી નક્સલવાદીઓ પર ભારે અસર કરી રહી છે. તેમના માટે ક્યાંક વિસ્ફોટ કરવા કરતા બે હજારની નોટ બદલવી વધુ મુશ્કેલ છે. આ ક્રમમાં બીજાપુરમાં 6 લાખ રૂપિયાની રોકડ સાથે બે નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

Naxal Attack: 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહેલા બે નક્સલવાદીઓની ધરપકડ, નોટ બદલવાને કારણે નક્સલી અભિયાન મુશ્કેલીમાં
સાંકેતિક ફોટો
Image Credit source: Google

Follow us on

Karnataka: ભલે સાત વર્ષ પછી બીજી વખત નોટ બદલવાથી સામાન્ય માણસને કોઈ અસર થઈ નથી, પરંતુ નક્સલવાદીઓ અને આતંકવાદીઓને તેની ભારે કિંમત ચૂકવવી પડી છે. બીજાપુરમાં જ બે નક્સલવાદીઓ નોટો બદલવાનો પ્રયાસ કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 2000ની નોટના રૂપમાં રૂ. 6 લાખની રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી અલગ-અલગ બેંકોની 11 પાસબુક પણ મળી આવી છે. આ નક્સલવાદીઓ તેમના કેટલાક પરિચિતોના ખાતામાં બે હજાર રૂપિયાની આ નોટો જમા કરાવવા આવ્યા હતા.

આ પણ વાચો: Demonetisation: નોટબંધી સમયે 2000ની નોટના પક્ષમાં ન હતા PM મોદી, આ મજબૂરીના કારણે આપી હતી મંજૂરી

સુરક્ષા એજન્સીઓની સાથે હવે ખુદ નક્સલવાદીઓ પણ માનવા લાગ્યા છે કે સરકારે 2000 રૂપિયાની નોટને બંધ કરીને તેમને મોટો ફટકો આપ્યો છે. તેમના માટે કોઈ જગ્યાએ વિસ્ફોટ કરવા કરતા નોટો બદલવી વધુ મુશ્કેલ બની ગઈ છે. જણાવી દઈએ કે બીજાપુરમાં નક્સલ ઓપરેશનના ડેપ્યુટી SP સુદીપ સરકાર 25 મેના રોજ તેમની ટીમ સાથે મહાદેવ ઘાટ પર MCP ડ્યૂટી પર હતા. તે દરમિયાન બાઇક પર સવાર બે લોકો ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પોલીસ ટીમને જોઇને તેઓ બાઇક ફેરવીને ભાગી ગયા હતા. શંકાસ્પદ હોવા પર પોલીસે તેમનો પીછો કર્યો, તેમને રોક્યા અને કડક પૂછપરછ કરી હતી.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

પોલીસને બેગમાંથી 2000 હજાર રૂપિયાની નોટના ત્રણ બંડલ મળ્યા

ડેપ્યુટી SP સુદીપ સરકારના જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાની ઓળખ નરસાપુરના રહેવાસી ગજેન્દ્ર માડવી અને નરસાપુરના રહેવાસી લક્ષ્મણ કુંજમ તરીકે આપી હતી. જ્યારે બંનેની બેગ અને તેમાં રાખેલી રોકડ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓ નક્સલવાદી છે અને નોટો બદલવા બેંકમાં જઈ રહ્યા હતા. પોલીસે તેની બેગમાંથી 2000 હજાર રૂપિયાની ત્રણ બંડલ નોટો મળી આવી છે. દરેક બંડલની કિંમત બે લાખ રૂપિયા હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ નામની અને અલગ-અલગ બેંકોની પાસબુક પણ કબજે કરી છે.

પરિચિતોના ખાતામાં જમા કરાવવાની હતી

પોલીસે જણાવ્યું કે નક્સલવાદી ગજેન્દ્ર માડવીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે આ રકમ પ્લાટૂન નંબર 10નો કમાન્ડર મલ્લેશે જમા કરાવવા માટે આપી હતી. તેમાંથી એક લાખ રૂપિયા તેના અને લક્ષ્મણ કુંજમના ખાતામાં જમા કરવાના હતા અને બાકીની રકમ કમાન્ડરના અન્ય પરિચિતોના ખાતામાં જમા કરાવવાની હતી. પોલીસે આ બંને નક્સલવાદીઓ પાસેથી સરકાર વિરોધી અને દેશ વિરોધી પત્રિકાઓ પણ મળી આવી છે. આ કાર્યવાહી પોલીસ સ્ટેશન બીજાપુર અને ડીઆરજી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article