Fire Video: એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ, OPD બિલ્ડીંગમાં ધુમાડાના ગોટે ગોટા નિકળ્યા, 250 લોકોનો બચાવ્યા

હિમાચલ પ્રદેશમાં ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં (IGMCH) આગ લાગી હતી. અહીં કાફેટેરિયામાં એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Fire Video: એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ, OPD બિલ્ડીંગમાં ધુમાડાના ગોટે ગોટા નિકળ્યા, 250 લોકોનો બચાવ્યા
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Apr 27, 2023 | 11:00 PM

હિમાચલ પ્રદેશની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગુરુવારે કાફેટેરિયામાં એક પછી એક બે રાંધણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.

આ પણ વાચો: Gujarati Video: વડોદરાના ગોત્રીમાં લેબોરેટરીની આગની ઘટનામાં પોલીસ, FSL અને GPCBએ તપાસ શરુ કરી

બ્લાસ્ટ ઓપીડી બિલ્ડિંગમાં થયો હતો. દુર્ઘટના સમયે, બિલ્ડિંગમાં લગભગ 250 લોકો હતા, જેમને ભીષણ આગ વચ્ચે બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને કાબુમાં લેવામાં આવી છે.

15-20 મિનિટમાં લગભગ 250 લોકોને બહાર કાઢવામાં આવ્યા

હોસ્પિટલના અધિકારીઓએ બાદમાં જણાવ્યું કે, આગની ઘટના બાદ મોલ રોડ, છોટા શિમલા અને બોયલુગંજથી 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પછી એક બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ઓપીડી બિલ્ડીંગમાં ખળભળાટ મચી ગયો હતો. લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દર્દીઓના ધસારાને કારણે આજે જે હોસ્પિટલમાં આ ઘટના બની હતી ત્યાં આઉટડોર ઓપીડી બનાવવામાં આવી છે. સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ 15-20 મિનિટમાં લગભગ 250 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં કેટલાક દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા હતા, જેમને ઉતાવળમાં બહાર લઈ જવા પડ્યા હતા.

 

હોસ્પિટલને 60 લાખ રૂપિયાનું નુકસાન

મેડિકલ કોલેજના સિનિયર મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાહુલ રાવે જણાવ્યું હતું કે હાલની ઓપીડી સેવાને જૂના બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ચાર ડોક્ટરની ચેમ્બર, કાફેટેરિયા અને ત્રણ લિફ્ટને નુકસાન થયું છે. ભીષણ આગને કારણે હોસ્પિટલને 60 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

30 કરોડના ખર્ચે બનેલું છે ઓપીડી બિલ્ડીંગ

નવી બિલ્ડીંગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ફેલાઈ ન હતી. નવા બ્લોક બનાવવાનો ખર્ચ 30.9 કરોડ રૂપિયા છે. તેનું ઉદ્ઘાટન 9 માર્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કર્યું હતું. આ ઈમારતમાં ઈમરજન્સી યુનિટ, ઈન્ટેન્સિવ કેર યુનિટ, સ્પેશિયલ વોર્ડ, આઈસોલેશન વોર્ડ અને ફિઝીયોથેરાપી વોર્ડ તેમજ ટોમોગ્રાફી સ્કેન, એક્સ-રે, સેમ્પલ કલેક્શન અને પેથોલોજી લેબની સુવિધાઓ રાખવામાં આવી છે.

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 11:00 pm, Thu, 27 April 23