Omicron Variant : કોરોના વાયરસનું ખૂબ જ ખતરનાક વેરિઅન્ટ ગણાતા ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron Variant) ભારતમાં દસ્તક આપી છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ (Two confirmed Omicron cases) નોંધાયા છે. આ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ બંને કેસ મોડી રાત્રે નોંધાયા હતા.
દેશમાં ઓમિક્રોનના કેસો વિશે માહિતી આપતાં, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. જે 2 દર્દીઓમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે તેમાંથી એક 66 વર્ષનો પુરુષ છે જ્યારે બીજો 46 વર્ષનો પુરુષ છે. તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે બે કેસ નોંધાયા છે તેમાં એક ભારતીય છે અને એક NRI છે.
Two cases of #Omircron detected in Karnataka so far through genome sequencing effort of INSACOG consortium of 37 laboratories established by the Ministry of Health. We need not panic, but awareness is absolutely essential. COVID apt behaviour is required: Balram Bhargava, DG ICMR pic.twitter.com/xHnQAbgvaN
— ANI (@ANI) December 2, 2021
અત્યાર સુધીમાં 29 દેશમાં 373 ઓમિક્રોન કેસ: આરોગ્ય મંત્રાલય
Around 29 countries have reported 373 cases of #OmicronVariant so far: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry pic.twitter.com/32sV8WmhDO
— ANI (@ANI) December 2, 2021
ભારત સહિત જો ગણવામાં આવે તો 30 દેશમાં 375 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસના ખૂબ જ ખતરનાક વેરિઅન્ટ ગણાતા ઓમિક્રોન ભારતમાં દસ્તક દીધી છે. ગુરુવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
દેશમાં ઓમિક્રોનના કેસો વિશે માહિતી આપતાં, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે બંને સંક્રમિતોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.
ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે આ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોનના 373 કેસ નોંધાયા છે.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા 5 ગણું વધુ ખતરનાક છે અને તે ઝડપથી ફેલાઈ જવાની આશંકા છે. તેમણે કહ્યું કે તે 29 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વેરિઅન્ટ ઓફ કંસર્નની શ્રેણીમાં મૂક્યો છે.
ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાપિત 37 પ્રયોગશાળાઓના INSACOG કન્સોર્ટિયમના જીનોમ સિક્વન્સિંગ પ્રયાસ દ્વારા કર્ણાટકમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃતિ ખૂબ જરૂરી છે. કોરોનાથી બચવા માટે કોવિડ યોગ્ય વર્તન જરૂરી છે.
મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે છેલ્લા એક મહિનાથી દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. હવે બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ કેસ સક્રિય છે, જે દેશના કુલ કેસના 55 ટકા છે. 49 ટકા વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા બાદ આ કોવિડ કેસોમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
Published On - 4:34 pm, Thu, 2 December 21