રાજધાની દિલ્હીમાં (Delhi) વાયુ પ્રદૂષણને (Delhi Air Pollution) કારણે 26 નવેમ્બર સુધી ટ્રકનો પ્રવેશ બંધ રહેશે. દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે જ સમયે, આગામી આદેશો સુધી દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં પ્રદૂષણ અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકા અને તમામ નિયંત્રણો 21 નવેમ્બર સુધી હતા. તેથી પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય સોમવારે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. આ પહેલા રવિવારે જ શાળાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશનનું કહેવું છે કે આગામી આદેશો સુધી શાળાઓમાં કોઈ શારીરિક વર્ગો નહીં હોય. પરંતુ આ દરમિયાન ઓનલાઈન વર્ગો અને બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. આ સાથે જ બિનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતી ટ્રકો પર લાદવામાં આવેલા પ્રતિબંધમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કર્મચારીઓ શુક્રવાર સુધી ઘરેથી કામ કરવાનું રહેશે
દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, 26 નવેમ્બર સુધી દિલ્હીમાં આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકો સિવાય અન્ય ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે. આ સાથે દિલ્હી સરકારના કર્મચારીઓ શુક્રવાર સુધી ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે આ પ્રતિબંધો ચાલુ રાખ્યા છે.
પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે બુધવારે 10 સૂચનાઓ જાહેર કર્યા હતા. જેમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શાળા-કોલેજોની સાથે બાંધકામના કામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે પહેલાથી જ કોરોના સંક્રમણના કારણે લાંબા સમય બાદ શાળાઓ ખોલવામાં આવી હતી. હવે ખરાબ હવાના કારણે શાળાઓ ફરી એકવાર બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
જો કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા કરવા સોમવારે એક બેઠક યોજાશે. આ બેઠક દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે.
આ પણ વાંચો : Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી
આ પણ વાંચો : Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય