West Bengal News: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે સવારે દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જગન્નાથપુર ગામની છે. આ વિસ્ફોટથી એટલો જબરદસ્ત હતો કે ફેક્ટરીની ઇમારત આખે આખી ધારાશાયી થઈ ગઈ છે. ચારે બાજુ કાટમાળ ફેલાય ગયો છે. આખી ઇમારત પત્તાના ઢેરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી રહી છે. સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટને કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા.
પોલીસનું કહેવું છે કે મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે. ફટાકડાની ફેક્ટરી અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ફટાકડાની ફેક્ટરીનું લાઇસન્સ હતું કે નહીં? આની ખાતરી કરવામાં આવી રહી છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી.
#WATCH | West Bengal: Several people feared dead in an explosion at the Illegal crackers factory in Duttapukur. A rescue operation is underway. The injured are being taken to Barasat Hospital for treatment: Duttapukur Police sources pic.twitter.com/YzKW7cU8gM
— ANI (@ANI) August 27, 2023
પોલીસે જણાવ્યું કે કોલકાતાથી લગભગ 30 કિમી ઉત્તરે આવેલા દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીલગંજના મોશપોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ દતપુકુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.
જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 100 થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. અનેક મકાનોની છત અને દિવાલોને નુકસાન થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે ગેરકાયદેસર ફેક્ટરી તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની મદદથી ચાલી રહી હતી. તે જ સમયે, વિસ્ફોટ પછી સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સામે જોરદાર પ્રદર્શન કર્યું.
Published On - 1:24 pm, Sun, 27 August 23