Tractor Rally: ઉપદ્રવીઓના આક્ષેપ સામે દિલ્હી પોલીસે જાહેર કર્યો VIDEO

|

Jan 26, 2021 | 7:44 PM

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન ખેડૂતોએ દિલ્હી પોલીસ સાથે સહમત થઈને સ્વીકારેલા તમામ નિયમો તોડ્યા છે. ટ્રેકટર રેલીની મંજુરી લેવા માટે ગયેલા ખેડૂત નેતાઓ સીધા હતા અને આજે ટ્રેક્ટર દરમિયાન ખેડૂતોએ આજે જે હિંસા કરી છે,

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન ખેડૂતોએ દિલ્હી પોલીસ સાથે સહમત થઈને સ્વીકારેલા તમામ નિયમો તોડ્યા છે. ટ્રેકટર રેલીની મંજુરી લેવા માટે ગયેલા ખેડૂત નેતાઓ સીધા હતા અને આજે ટ્રેક્ટર દરમિયાન ખેડૂતોએ આજે જે હિંસા કરી છે, સમગ્ર દેશે આ હિંસાત્મક દૃશ્યો જોયા છે. એક દિવસ પહેલા રેલી શાંતિપૂર્ણ રીતે કરવાની વાત કરનારા અને દિલ્હીમાં ન ઘૂસવાની ડાહ્યી ડાહ્યી વાતો કરનારા પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીમાં ઘુસીને ઉપદ્રવીઓ બની ગયા. જે રીતે આ ઉપદ્રવીઓએ દિલ્હીમાં ઘુસવા દિલ્હી પોલીસે લગાવેલા બેરીકેટ તોડ્યા અને તોફાનો કર્યા, પોલીસે એમને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાઓ લીધા.

 

ટ્રેક્ટર રેલીમાં ઘટી રહેલી આ બધી ઘટના દરમિયાન દિલ્હીના દિનદયાળ માર્ગ પર આંધ્ર એજ્યુકેશન સોસાયટી પાસે પુરઝડપે ટ્રેકટર દોડાવી રહેલા ઉત્તરાખંડના એક 34 વર્ષીય ખેડૂતનું મૃત્યુ થયું. આ ખેડૂતનું મૃત્યુ થવામાં દિલ્હી પોલીસનો હાથ છે એવા સમાચાર ફેલાયા. સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે દિલ્હી પોલીસ પર આરોપો લગાવવામાં આવ્યા કે દિલ્હી પોલીસે ફાયરીંગ કર્યું, જેનાથી આ ખેડૂતનું મૃત્યુ થયું.

 

 

આ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સામે લાવતા ઉપદ્રવીઓના આક્ષેપ સામે દિલ્હી પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો જાહેર કર્યો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર પુર ઝડપે આવે છે અને દિલ્હી પોલીસે લગાવેલા બેરીકેટ સાથે અથડાતા જ પલટી જાય છે. દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કહ્યું કે આ ઘટનામાં પોલીસના ફાયરીંગથી નહીં પણ ટ્રેક્ટર પલટી જવાથી ખેડૂતનું મૃત્યુ થયું છે.

 

આ પણ વાંચો: RAJKOT : દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનું મહાસંમેલન યોજાશે

Published On - 7:34 pm, Tue, 26 January 21

Next Video