‘થોડું ઘણું તો ચાલે’ પહેલગામ હુમલા પર આવું કેમ બોલી મહિલા, વીડિયો જોઇ લોકો એ ઠાલવ્યો રોષ

22 એપ્રિલના રોજ, પાકિસ્તાનના કાયર આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ જીવલેણ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. બૈસરન ખીણમાં થયેલા આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે.

થોડું ઘણું તો ચાલે પહેલગામ હુમલા પર આવું કેમ બોલી મહિલા, વીડિયો જોઇ લોકો એ ઠાલવ્યો રોષ
Tourists in Kashmir
| Updated on: Apr 25, 2025 | 3:37 PM

કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલો(Pahalgam Terror Attack) એ સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક છે જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન, કાશ્મીરની મુલાકાત લેતા પ્રવાસીઓના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર, ખાસ કરીને X (અગાઉ ટ્વિટર) પર વાયરલ થયા છે, જેમાં કેટલીક મહિલાઓએ કંઈક એવું કહ્યું જેનાથી સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ ગુસ્સે થયા અને તેમને ઠપકો આપવામાં આવ્યો. નેટીઝન્સે મહિલાઓ પર “થોડી ભૂલ” અથવા “નાની વાત” જેવા શબ્દનો ઉપયોગ કરીને પહેલગામ હુમલાને ઓછો આંકવાનો આરોપ લગાવ્યો.

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કાશ્મીરની એક હોટલમાં મહિલા પ્રવાસીઓનું એક જૂથ જોવા મળે છે. આ દરમિયાન, એક મહિલા હસતી અને કહેતી સાંભળી શકાય છે કે, અમે અહીં કાશ્મીર માટે આવ્યા છીએ. આપણે ખૂબ મજા કરી રહ્યા છીએ. પહેલગામમાં કંઈક ખોટું થયું છે. છતાં, એવું કંઈ નથી. તમે પણ આવો. આ પછી બીજી મહિલા કહે છે કે, આ પ્રકારની ઘટના બનતી રહે છે. તે જ સમયે, અન્ય મહિલાઓ સંમતિમાં માથું હલાવતી જોવા મળે છે.

આવા જ એક વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, આ શરમજનક વાત છે. આ તમારા ઉછેરમાં ખામી દર્શાવે છે. બીજા યુઝરે કહ્યું, કેટલા બેશરમ છે આ લોકો.એક યુઝરે લખ્યુ કે આવુ બોલતા તમારી જીભ કેમ ઉપડી. બીજા યુઝરે ટિપ્પણી કરી.

તમને જણાવી દઈએ કે અશાંતિના આ નવા મોજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા છે. બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે તેના પાડોશી દેશ વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેમાં પહેલીવાર સિંધુ જળ સંધિને સ્થગિત કરવી અને સરહદ બંધ કરવી શામેલ છે.

આ પણ વાંચો : 1 ખુરશીના ચક્કરમાં થયો પહેલગામ હુમલો,પાકિસ્તાની પત્રકારે માસ્ટરમાઇન્ડનું નામ કર્યું જાહેર