બુંદેલખંડ એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટુરિસ્ટ બસ હાઇવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ગંભીર રીતે સર્જાયેલા અકસ્માતમાં બસ ચાલકનું મોત નીપજ્યું હતું. 20 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હાલ આ તમામ ઘાયલો પ્રવાસીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.
મહોબા બોર્ડર પર ખન્ના પાસે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ચિત્રકૂટ જઈ રહેલી ભક્તોથી ભરેલી પ્રવાસી બસની સાથે અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ટેકનિકલ ફોલ્ટને કારણે બગડેલી ટ્રક સાથે બસ અથડાઇ હતી. આ ઘટનામાં પાછળથી આવતી બસ સાથે અકસ્માત ની ઘટના બની હતી. આ અકસ્માતમાં પ્રવાસી બસના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે વીસથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે સીએચસી ખસેડાયા હતા જ્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
એક પ્રવાસી બસ પાછળથી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મૌદહા સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ ગંભીર જણાતા ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : BIHAR FIRE: વૈશાલીમાં સ્ટવના તણખાને કારણે વિકરાળ આગ ફાટી નિકળી,100 ઘર સળગ્યા
અકસ્માતમાં સોનુ વર્મા (35) પુત્ર જાલેસર રહેવાસી જીલ્લા ઇટા, બ્રજેન્દ્ર પાલ સિંહ, તેમની પત્ની આરતી વર્મા (33), પુત્રી રાધિકા વર્મા (12), પુત્રો લવ વર્મા (12), રૌનક વર્મા (06), કેશવ વર્મા (22), પુત્ર સુનીલ વર્મા, તેની માતા સંધ્યા (50), જિલ્લા હાથરસની રહેવાસી આકાંક્ષા (27) પત્ની અંકિત વર્મા, તેની પુત્રી માહી વર્મા (06), સિકન્દ્રા રાઉ હાથરસનો પુત્ર સંભુનાથ (50), વિશ્વનાથ, તેનો પુત્ર અમિત મહેશ્વરી (30), અંજલિ સોની (22) પુત્રી સુનીલ વર્મા, રહે. હાથરસ શહેર રણવીર (25) પુત્ર પપ્પુ, નિશાંત (23) પુત્ર મુકેશ, રાની વર્મા (42), પત્ની મુકેશ વર્મા, મુકેશ વર્મા (45) પુત્ર હજારીલાલ, અંકિત વર્મા (29) પુત્ર નરેશ ચંદ્ર ઘાયલ થયા હતા.અંકિત વર્મા (29) પુત્ર નરેશ ચંદ્ર ઘાયલ થયો છે.
આગાઉ પણ નાસિકમાં આવી ઘટના બની હતી જેમાં નાસિક-સાપુતારા હાઈવે પર વણી વિસ્તાર નજીક ચોસલે ફાટા ખાતે થયો હતો. સ્પીડ વધુ હોવાને કારણે કાર ચલાવી રહેલા યુવકે કાબૂ ગુમાવ્યો હતો. આ પછી કાર રસ્તાની બાજુના ખેતરમાં ઘૂસી ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ દરમિયાન કાર હવામાં 5 થી 10 ફૂટ બેથી ત્રણ વખત ઉછળી હતી. અકસ્માત સમયે જોરદાર અવાજ સંભળાયો હતો.જે બાદ સ્થાનિક લોકોએ તરત જ કારમાંથી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા અને વણીની ગ્રામીણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તબીબોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલ યુવકને સારવાર માટે નાસિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીં તેની સારવાર શરૂ થાય છે.